<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગોવર્ધન પૂજાની ઉજવણી: ભક્તોની ભારે ભીડ

ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના સાથે નદી કિનારે ઉમટેલા માઈભક્તોએ યમુનાજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ગોવર્ધન પૂજાના પાવન પર્વની ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ બાલુઘાટ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ યમુના નદીમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના સાથે નદી કિનારે ઉમટેલા માઈભક્તોએ યમુનાજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

(4:16 PM IST)