News of Saturday, 2nd May 2026
હવામાન વિભાગ દ્વારા ખુશખબર: કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, મે મહિનાના અંતમાં જ થશે વરસાદની એન્ટ્રી : સમયસર બેસતું ચોમાસું બદલશે સમગ્ર મોસમનો મિજાજ
ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી: કેરળમાં 1 જૂનની આસપાસ દસ્તક દેશે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું; પ્રિ-મોનસૂન એક્ટિવિટી તેજ બનતા ગુજરાત સહિત દેશભરમાં ગરમીથી મળશે મોટી રાહત, ખરીફ પાક માટે ખેડૂતોમાં આનંદની લહેર

નવી દિલ્હી તા.૨ : ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશવાસીઓ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. IMDની આગાહી મુજબ આ વર્ષે મે મહિનામાં જ વરસાદની શરૂઆત થઈ જશે અને ચોમાસું પણ સમયસર કેરળમાં પ્રવેશ કરશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં તેના નિયત સમયે એટલે કે 1 જૂનની આસપાસ બેસે તેવી પ્રબળ શક્યતા છે. ચોમાસાના વહેલા આગમનને કારણે મે મહિનાના અંત સુધીમાં દેશના અનેક ભાગોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી તેજ બનશે અને વરસાદી ઝાપટા પડશે. જેના કારણે હાલની કાળઝાળ ગરમીથી લોકોને મોટી રાહત મળશે.
ચોમાસું સમયસર અને સામાન્ય રહેવાની આગાહીને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ગુજરાત સહિત દેશભરમાં ખરીફ પાકના વાવેતર માટે આ સારા સમાચાર છે. મે મહિનામાં વરસાદની શરૂઆત અને જૂનમાં ચોમાસાની એન્ટ્રીથી સમગ્ર મોસમનો મિજાજ બદલાઈ જશે અને ગરમીનું જોર ઘટશે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
