News of Thursday, 17th September 2026
ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારતા સોનામાં ભાવમાં ગાબડાનો દોર : એકધારા ગાબડાં
ફેડરલ રિઝર્વે સત્તાવાર રીતે વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો:મધરાત્રે જાહેરાત થયા બાદ સોનાના ભાવ ઊંધા માથે પટકાયા: ડોલર ઇન્ડેક્ષ ઊંચકાયો

નવી દિલ્હી : બહુ અપેક્ષિત એવા ફેડરલ રિઝર્વ બેંકે સત્તાવાર રીતે વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો જાહેર કર્યો છે
કની ગવર્નિંગ કમિટીએ બુધવારે (યુએસ સમય) લક્ષ્ય દર 0.25 ટકા વધારીને 3.75 થી 4 ટકાના બેન્ડ પર મતદાન કર્યું
ફેડના આ નિર્ણય બાદ સોનાના વાયદામાં જબરજસ્ત ગાબડું જોવા મળ્યું છે, આંતર રાષ્ટ્રીય વાયદા બજારમાં ફેડની વ્યાજદર વધારાની જાહેરાત બાદ સોનાના વાયદો ઊંધા માથે પટકાયો હતો, જોતજોતામાં વધ્યા ભાવથી 1100 ડોલર જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો હતો
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને તેની ઊર્જા કિંમત પરની અસરને કારણે સતત ઊંચા ફુગાવાને અંકુશમાં લેવા માટે યુએસ ફેડરલ રિઝર્વે ત્રણ વર્ષમાં પહેલી વાર વ્યાજ દરોમાં વધારો કર્યો છે.
વ્યાપકપણે અપેક્ષિત હોવા છતાં આ પગલાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થવાનું જોખમ છે, જેમણે સેન્ટ્રલ બેંકને દર ઘટાડવા માટે ઉગ્ર ઝુંબેશ ચલાવી છે - તેમના નવા ચૂંટાયેલા ફેડ ચેરમેન, કેવિન વોર્શ પર દબાણ વધારશે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
