News of Tuesday, 23rd June 2026
મોદી કેબિનેટમાંથી જ્યોર્જ કુરિયનની વિદાય : રાજ્યસભાની મુદત પૂર્ણ થતાં મંત્રી પદેથી આપ્યું રાજીનામુ
૧૯૮૦થી ભાજપ સાથે જોડાયેલા સુપ્રીમ કોર્ટના ધારાશાષાી હવે મંત્રીમંડળની બહાર

નવી દિલ્હી, તા.૨૩: કેન્દ્રીય રાજકારણમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી સત્તાવાર રીતે વિદાય લીધી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતળત્વ હેઠળની ત્રીજી કેન્દ્રીય કેબિનેટમાં લઘુમતી બાબતો અને મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી તરીકે કાર્યરત હતા, જ્યાંથી તેમણે હવે સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે.
મળતી માહિતી મુજબ, ૬૫ વર્ષીય જ્યોર્જ કુરિયનની ૬ વર્ષની રાજ્યસભાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. બંધારણીય નિયમો અનુસાર સંસદના સભ્ય પદે ન રહેવાના કારણે તેમણે આ મંત્રી પદ છોડવું પડ્યું છે. આ અંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિએ જ્યોર્જ કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે.
જ્યોર્જ કુરિયન ભારતીય જનતા પક્ષના ખૂબ જ વરિષ્ઠ અને પાયાના નેતા માનવામાં આવે છે. વર્ષ ૧૯૮૦માં જ્યારે ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ, ત્યારથી જ તેઓ પક્ષ સાથે પ્રખર રીતે જોડાયેલા છે. એક કુશળ રાજકારણી હોવાની સાથે-સાથે તેઓ કાયદાના પણ નિષ્ણાત છે અને ભારતીય સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)માં વકીલ તરીકે પણ લાંબો સમય પ્રેક્ટિસ કરી ચૂકયા છે. ઓગસ્ટ ૨૦૨૪માં તેમને મોદી સરકારની ત્રીજી ટર્મમાં રાજ્ય મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી, જેનો હવે અંત આવ્યો છે
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
