News of Wednesday, 15th April 2026
ગેઇલ કંપની ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ૩૮૦૦ કરોડનું રોકાણ કરશે: ૭૦૦ મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર પ્રોજેક્ટ્સ સ્થાપશે

ગેઇલ ઇન્ડિયા લિમિટેડે સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે મોટું પગલું ભરતા ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ૭૦૦ મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ માટે ૩૮૦૦ કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી દીધી છે.
દેશની અગ્રણી સરકારી ગેસ કંપની ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડે ગ્રીન એનર્જી તરફ આગળ વધતા કુલ ૩૮૦૦ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ થકી કંપની ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કુલ ૭૦૦ મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર પ્રોજેક્ટ્સ સ્થાપશે.
આ અંતર્ગત ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ૫૫૦ મેગાવોટની બેટરી સ્ટોરેજ સિસ્ટમ સાથેનો ૬૦૦ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જે કંપનીના પાટા સ્થિત પ્લાન્ટની વીજ જરૂરિયાતો પૂરી કરશે.
આ ઉપરાંત, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં ૨૨ મેગાવોટની સ્ટોરેજ સિસ્ટમ સાથેનો ૧૦૦ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ પણ સ્થાપવામાં આવશે.
આ પ્રોજેક્ટ્સ શરૂ થતાં જ ગેઇલની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાલના ૧૪૭ મેગાવોટથી વધીને ૧૦૦૦ મેગાવોટને પાર પહોંચી જશે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
