<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘના હુમલામાં ચાર મહિલાઓના મોત :સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

ગુંજેવાડી વિસ્તારમાં ઝાડીઓમાં છુપાયેલ વાઘે રોજિંદા કામે ગયેલ મહિલાઓ પર અચાનક હુમલો કર્યો

મહારાષ્ટ્રના  ચંદ્રપુર જિલ્લામાં વાઘના હુમલામાં ચાર મહિલાઓના મોતની દુઃખદ ઘટના સામે આવી છે. ગુંજેવાહી વિસ્તારમાં હિંસક વાઘે અચાનક હુમલો કરી મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, મહિલાઓ રોજિંદા કામ માટે જંગલ વિસ્તારમાં ગઈ હતી ત્યારે ઝાડીઓમાં છુપાયેલા વાઘે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ચારેય મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને લોકોમાં વન્યજીવના હુમલાનો ડર વ્યાપી ગયો છે.

(8:28 PM IST)