તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Monday, 19th October 2026
જીવનરૂપી સ્વસ્તિકનું કેન્દ્રબિન્દુ ભજન છેઃપૂ.મોરારીબાપુ
‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા' શ્રી રામકથાનું શોૈર્યભૂમિ-વાઘા બોર્ડર ઉપર ગાન

રાજકોટ, તા.૧૯: સમગ્રવિશ્વના મંગલ-કલ્યાણ-શુભ હેતુ માટે પરિભ્રમણ કરી રહેલી ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા' શનિવારે-આઠમા દિવસે-કૃષ્ણભૂમિ મથુરા પહોંચી હતી. ગઇકાલે-નવમાદિવસે-ભગવદગીતાની ભૂમિ-ધર્મક્ષેત્ર કુરૂક્ષેત્રની ભૂમિ પર પહોંચી હતી. અને આ લખાય છે ત્યારે પરમાસધુની સંગાથે આ યાત્રા આજે દેશના વીર જવાનોની શોૈર્યભૂમિ-વાઘા બોર્ડર (અટારી)ની ભૂમિ પર પહોંચી છે. જયા દેશપ્રેમના રાષ્ટ્રભાવ સાથે રામકથા ગાન થશે.
પૂ. મોરારીબાપુએ શનિવારની કથાનો પરમ પ્રેમસંવાદ આગળ લઇ જતા કહયું હતુ કે શ્રી રામ ભગવાનની બારાત (મન) જનકપુર જવા નીકળી ત્યારે રામજીને રસ્તામાં બાર પ્રકારના સુકન થયા હતા. તુલસીદાસજીએ માનસમાં એ બાર સુકન ચિત્રિત કર્યા છે. મને પણ હું મથુરા આવતો હતો ત્યારે માનસિક રીતે એટલે કે મનમાં આ બાર (૧૨) સુકનની અનુભૂતિ થતી હતી ‘રામચરિત માનસ'માં દર્શાવ્યું છે કે આ બાર સુકન, રામજીને થયા છે.(૧) નીલકંઠ પંખી (૨)કાગડો (મને કર્ણભૂસુંડીજીનું સ્મરણ થયું) (૩)નકુલ એટલે કે નોળિયો(૪) મંદ-શીતલ-પવન વહે તે સુકન (૫) કોઇ પતિવ્રતા સ્ત્રી પાણીનો ઘડો માથે મુકીને કાંખમાં પોતાના બાળકને લઇને આવતી હોય (૬) લોમડીના દર્શન (૭)વાછડાને દૂધ પાતી ગોૈમાતાના દર્શન-સૂરભિ સુરભિનો એક એક અર્થ સૂરનો સાધક નવરાત્રિના દિવસો ચાલી રહયા છે ત્યારે પૂ.મોરારીબાપુએ બે દિવસ સોૈને રાસ-ગરબા લેવડાવ્યા હતા અને પૂ.મોરારીબાપુ પોતે પણ સોૈની સન્મુખ વ્યાસપીઠના મંચ પર ભકિતભાવથી ઝુમ્યા હતા. એ સંદર્ભે પૂ.મોરારીબાપુએ સહજ- વિનોદ ભાવથી કહયુ કે કેટલાક લોકો મારી બહુ ચિંતા કરે, બાપુ, તમારે શરીરનું ધ્યાન રાખવુ જોઇએ, આમ ન કરવુ વગેરે..વગેરે...એ લોકોને હું કહુ કે બાપુ ‘બસ' નથી! સબ' છે. હું સર્વનો છું એટલે મારી ચિંતા ન કરો, મારી ચિંતા કરવા વાળો આ (હનુમાનજી) બેઠો છે... જમતી વખતે પણ ઘણા લોકો કહે કે બાપુ, આ પહેલા ખાવ તમે પીરસો એ બધુ બરાબર પણ કેમ ખાવુ? એ તો હું જ નકકી કરૂ ને! એટલે સલાહ આપનારા બોઉ છે. આ જગતમાં મોંઘવારી ભલે ગમે તેટલી વધે પણ સસ્તામાં સસ્તી કોઇ ચીજ હોય તો, એ છે કોઇને સલાહ આપવી. (મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો.૯૪૨૬૨ ૪૨૧૧૫, મો.૮૧૪૦૨ ૧૩૧૩૦)
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
