<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

ઊંઝાના મક્તુપુરમાં વરિયાળીની ફેક્ટરી પર ફૂડ વિભાગના દરોડા: 4911 કિલો વરિયાળીનો જથ્થો પકડાયો

ગણેશ ક્લીનિંગ ફેક્ટરીમાંથી શંકાસ્પદ નકલી વરિયાળી બનાવવાનું કૌભાંડ પકડાયું કુલ 2,47,154 રૂપિયાનો મુદ્દામાલ સીઝ

ઊંઝાના મક્તુપુરમાં વરિયાળીની ફેક્ટરી પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. ગણેશ ક્લીનિંગ ફેક્ટરીમાંથી શંકાસ્પદ નકલી વરિયાળી બનાવવાનું કૌભાંડ પકડાયું છે. ફેક્ટરીમાંથી કુલ 4911 કિલો વરિયાળીનો જથ્થો પકડાયો છે  ભેળસેળ કરવા માટે રાખેલો 17 કિલો ગ્રીન કલર ઝડપાયો છે . તંત્ર દ્વારા કુલ 2,47,154 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગ અને સીઆઈડી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે . અધિકારીઓએ તમામ નમૂના લઈ આગળની કાયદેસર તપાસ હાથ ધરી છે.

(3:51 PM IST)