તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Friday, 17th July 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો પલટવાર, સીરિયા, કુવૈત અને ઓમાનમાં યુએસ મિલિટરી બેઝ પર મિસાઇલો ઝીંકી તબાહી મચાવી!
'ઓપરેશન નસર-૨' હેઠળ ઈરાની આર્મી IRGC નો સબળ દાવો; કુવૈતમાં અમેરિકાની રડાર સિસ્ટમ અને હાઇમાર્સ (HIMARS) લોન્ચર ફૂંકી માર્યા, કુવૈતી સેના હાઇ-એલર્ટ પર

તેહરાન : મધ્ય પૂર્વ (Middle East) માં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે સત્તાવાર રીતે એક ભયાનક અને વિનાશક યુદ્ધમાં ફેરવાઈ ચૂક્યો છે. ઈરાનની સત્તાવાર આર્મી ગણાતા 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ શુક્રવારે સાંજે એક સનસનાટીભર્યો દાવો કરતા આખા વિશ્વને ચોંકાવી દીધું છે. ઈરાની દળોએ અમેરિકા સામે સીધો મોરચો ખોલીને સીરિયા, કુવૈત અને ઓમાન જેવા દેશોમાં આવેલા યુએસ (US) લશ્કરી ઠેકાણાઓ પર એકસાથે અનેક મિસાઇલો અને ડ્રોન વડે ભયાનક હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓ અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા અગાઉ કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીનો આકરો બદલો છે.
'ઓપરેશન નસર-૨': ત્રણ દેશોમાં અમેરિકી સૈન્ય છાવણીઓ પર અચાનક હુમલો
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, IRGC એ આ હુમલાઓને 'ઓપરેશન નસર-૨' (Operation Nasr-2) નામ આપ્યું છે. ઈરાની સેનાએ આ ઓપરેશનના ૧૧મા, ૧૨મા અને ૧૩મા તબક્કા (Wave) હેઠળ આ પલટવાર કર્યો છે.
· સીરિયામાં કમાન્ડ સેન્ટર તબહ: ઈરાને દાવો કર્યો છે કે તેમના ઘાતક કમાન્ડો અને મિસાઇલ યુનિટ્સે સીરિયાના અત્યંત સંવેદનશીલ એવા 'અલ-તાન્ફ' (Al-Tanf) ક્ષેત્રમાં આવેલા અમેરિકાના 'સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર' પર ઓચિંતો હુમલો કરીને તેને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
કુવૈતમાં અમેરિકાના હાઇમાર્સ લોન્ચર અને હથિયારોના ડેપો ફૂંકી માર્યા
IRGC ના જનસંપર્ક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર, આ હુમલાનો સૌથી મોટો ભોગ કુવૈતમાં આવેલો યુએસ મિલિટરી બેઝ બન્યો છે. ઈરાની મિસાઇલોએ કુવૈતમાં અમેરિકી દળોની અત્યંત આધુનિક 'મિસાઇલ ડિફેન્સ સર્વેલન્સ રડાર સિસ્ટમ'ને સીધું નિશાન બનાવીને તેને નષ્ટ કરી દીધી છે. આ ઉપરાંત, ત્યાં રાખવામાં આવેલા અમેરિકાના બે શક્તિશાળી 'હાઇમાર્સ' (HIMARS) રોકેટ લોન્ચર, અનેક હથિયાર ડેપો (Weapons Depot) અને મિસાઇલોના જથ્થા પર બોમ્બમારો કરવામાં આવ્યો છે, જેના કારણે યુએસ આર્મી કેમ્પમાં ભયાનક આગ ફાટી નીકળી છે અને આખું આકાશ ધુમાડાથી ભરાઈ ગયું છે.
આટલું જ નહીં, ઈરાની દળોએ આગળ વધીને ઓમાનના 'ઘાનામ' વિસ્તારમાં સ્થિત અમેરિકાના એર સર્વેલન્સ રડાર અને 'સલમાહ પ્લેટુ' ખાતે આવેલા નેવલ (નૌકાદળ) સર્વેલન્સ રડાર પર પણ સચોટ હુમલો કરીને તેને સંપૂર્ણપણે બ્લાસ્ટ કરી દીધા હોવાનો દાવો કર્યો છે. જો કે, ઈરાનના આ આક્રમક દાવાઓ અંગે હજુ સુધી અમેરિકા કે કોઈ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
કુવૈતી આર્મી એક્શનમાં: નાગરિકોને ઘરોમાં રહેવા અપીલ
ઈરાનના આ સનસનાટીભર્યા હુમલા બાદ ખાડી દેશોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કુવૈતની સેનાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ઈરાનની આ સૈન્ય કાર્યવાહી બાદ દેશની સરહદો પર ભારે તણાવ છે અને કુવૈતના 'એર ડિફેન્સ ફોર્સિસ' (હવાઈ સંરક્ષણ દળ) હાલમાં આકાશમાંથી આવી રહેલા પ્રતિકૂળ મિસાઇલ અને આત્મઘાતી ડ્રોન હુમલાઓનો મજબૂતાઈથી સામનો કરી રહ્યા છે.
કુવૈત સરકારે દેશમાં કટોકટી જેવી સ્થિતિને જોતા તમામ નાગરિકોને સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલી સુરક્ષા અને સલામતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવા કડક અપીલ કરી છે. આ હુમલા બાદ હવે અમેરિકા ઈરાનને કેવો અને કેટલો ભયાનક જવાબ આપે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
