<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકેના પરિવાર પર દુઃખદનું આભ તૂટ્યું : દિલ્હીમાં અટકાયત વચ્ચે દાદીનું અવસાન

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને અટકાયતની કાર્યવાહી વચ્ચે મહારાષ્ટ્ર સ્થિત નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો

મુંબઈ: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકેના પરિવારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં તેમના દાદીનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. આ આકસ્મિક અને દુઃખદ સમાચાર મળતાની સાથે જ તેમના મહારાષ્ટ્ર સ્થિત પરિવાર અને સમર્થકોમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.

બીજી તરફ, દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને વહીવટીતંત્ર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો તથા આંદોલનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. તકેદારીના ભાગરૂપે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિજીત દિપકેના નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરીને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, દિવંગતના અંતિમ સંસ્કાર અને શોકવિધિઓ પરિવારજનોની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવશે.

(4:04 PM IST)