તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
"પિતા જીવતા હોવા છતાં તેમના મૃત્યુનું જૂઠું બોલી રજાઓ લીધી": જેપી મોર્ગન હેરસમેન્ટ કેસમાં ચિરાયુ રાણાના દાવાઓ પર શંકાના વાદળ; પિતાએ જ પુત્રના જૂઠાણાનો પર્દાફાશ કર્યો
સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપો વચ્ચે નવો વળાંક: ચિરાયુએ રજાઓ મેળવવા માટે પિતાના નિધનની ખોટી માહિતી આપી ૩ મહિનાનો પગાર લીધો; વર્જિનિયામાં રહેતા પિતા બોલ્યા- "હું જીવતો છું, મને કેસ વિશે કંઈ ખબર નથી"

ન્યુ યોર્ક, : જેપી મોર્ગન (JPMorgan) ના એક્ઝિક્યુટિવ લોર્ના હજદિની સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કરનાર ૩૫ વર્ષીય ચિરાયુ રાણા પોતે હવે મુશ્કેલીમાં મુકાયા છે. ચિરાયુએ લોર્ના પર જાતીય સતામણી અને 'થ્રીસમ' (Threesome) ની માંગણી કરવાના ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ, ચિરાયુએ રજાઓ અને પૈસા મેળવવા માટે પોતાના પિતાના મૃત્યુનું શરમજનક જૂઠું બોલ્યું હોવાનું સામે આવ્યું છે.
પિતાએ જ ખોલ્યું પુત્રનું જૂઠાણું
'ન્યૂ યોર્ક પોસ્ટ'ના અહેવાલ મુજબ, ચિરાયુએ ૨૦૨૪ના અંતમાં બેંક મેનેજમેન્ટને જણાવ્યું હતું કે તેના પિતા ગંભીર રીતે બીમાર છે અને ત્યારબાદ નવેમ્બર ૨૦૨૪માં તેમનું અવસાન થયું હોવાનું કહીને ત્રણ મહિનાની પેઇડ લીવ (પગાર સાથેની રજા) મેળવી હતી. જોકે, જ્યારે તપાસકર્તાઓએ વર્જિનિયામાં તેના ઘરે તપાસ કરી, ત્યારે તેના પિતા ચૈતન્ય રાણા જીવતા મળી આવ્યા હતા. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, "મને આ કેસ વિશે કંઈ ખબર નથી, મારો પુત્ર સારો માણસ છે."
શું છે 'થ્રીસમ' નો મામલો?
બીજી તરફ, ચિરાયુએ લોર્ના હજદિની સામે નવા પુરાવા રજૂ કર્યા છે. એક અનામી સાક્ષીએ નિવેદન આપ્યું છે કે લોર્નાએ નશાની હાલતમાં તેને ચિરાયુ સાથે શારીરિક સંબંધ બાંધવા (થ્રીસમ) માટે દબાણ કર્યું હતું. સાક્ષીના મતે, લોર્નાએ તેને ધમકાવીને કહ્યું હતું કે, "તું જાણે છે કે તારો માલિક કોણ છે, એટલે ચૂપચાપ અંદર આવી જા." જેપી મોર્ગને જોકે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
