<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

"મન શુધ્ધ કે સ્થિર ભલે ન થાય, મનને ઈશ્વરમાં લગાવી દો" : આદિ શંકરાચાર્ય ભૂમિ કાલડીમાં 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાનો દિવ્ય પ્રારંભ

પૂ. મોરારીબાપુના વ્યાસાસને કાલડી ખાતે રામકથાગાન : પૂર્ણા નદી અને નવરાત્રિના પ્રથમ દિવસની ભાવવંદના સાથે ત્રીજા પડાવ માટે શૃંગેરી તીર્થસ્થાન તરફ પ્રસ્થાન

કાલડી: આદિ શંકરાચાર્યની પવિત્ર ભૂમિ કાલડી ખાતે ભાવિકોને 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાનો દિવ્ય લાભ મળી રહ્યો છે. આ રામકથા યાત્રાના બીજા દિવસના મુકામ અને કથાગાન દરમિયાન પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે મન શુધ્ધ કે સ્થિર ભલે ન થાય, પરંતુ મનને ઈશ્વરમાં લગાવી દેવું જોઈએ. અસ્તિત્વનું ક્યારેય અનાવરણ નથી થતું, કારણ કે તે આવરણમુક્ત જ છે અને તેની પ્રતીતિ માત્ર પ્રતિક્ષા કરે છે.

કથાના પ્રારંભે પૂ. બાપુએ આદિ શંકરાચાર્યની ચેતનાભૂમિને પ્રણામ કર્યા હતા તેમજ પૂર્ણા નદી અને નવરાત્રિના પ્રથમ દિવસનો ઉલ્લેખ કરી ભાવવંદના અર્પણ કરી હતી. વ્યાસપીઠ દ્વારા કાલડી અને તલગાજરડી પ્રસ્થાનત્રયીનો ભાવરૂપક યોજતાં પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે 'સત્ય' એ પ્રસ્થાનત્રયી છે, 'પ્રેમ' એ ભગવદગીતા છે અને 'કરુણા' એ ઉપનિષદ છે.

કાલડી ખાતે બીજા દિવસની રામકથાનો આ સુંદર લાભ લીધા બાદ, કથાપ્રેમી તમામ ભાવિકો બે ગાડીઓ દ્વારા ત્રીજા દિવસની કથા માટે આગામી પડાવ તરફ શૃંગેરી તીર્થસ્થાન જવા માટે પ્રસ્થાન થયા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:44 PM IST)