<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

સંગીતના સુવર્ણ અધ્‍યાયનો અંતઃ સુમન કલ્‍યાણપુરનો મધુર અવાજ શાંત થયો

ગાયિકા તરીકે વર્ષ ૧૯૬૦-૧૯૭૦ દરમિયાન ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. સુમનજીએ કુલ ૮૫૭ હિન્‍દી ગીતો ગાયેલાં છે. ઞ્જ પાંચ ભાઇ-બહેનોમાં સુમનજી સૌથી મોટા હતા.ઞ્જ સુમન કલ્‍યાણપુર શરૂઆતમાં માત્ર શોખ માટે ગાતા હતા પણ ધીમે ધીમે સંગીતમાં તેણીને રસ પડયો અને વ્‍યવસાયિક ધોરણે ‘ઉસ્‍તાદ ખાન અબ્‍દુલ રહેમાન ખાન' અને ‘ગુરુજી માસ્‍ટર નવરંગ' પાસે સંગીત શીખ્‍યા ઞ્જ તેઓ ચિત્રકલામાં પણ માહેર હતા ઞ્જ તેઓ હિન્‍દી સિનેમા સાથે વર્ષ ૧૯૫૪માં પ્રદર્શિત ‘મંગુ'થી જોડાયા હતા. ઞ્જ સુમનજીએ હિન્‍દી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, રાજસ્‍થાની, બંગાળી, ઉડિયા, મૈથિલી, પંજાબી સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા તેણીએ ગાયેલા ગીતોમાં ભક્‍તિ ગીતો, ગઝલો અને ઠુમરીનો પણ સમાવેશ થાય છે

જાણીતા અને દિગ્‍ગજ ગાયિકા સુમન કલ્‍યાણપુરનું રવિવારે સાંજે મુંબઈમાં ૮૯ વર્ષની વયે તેમના નિવાસસ્‍થાને નિધન થયું. રિપોર્ટ્‍સ અનુસાર, તેમના મૃત્‍યુનું કારણ ઉંમર સંબંધિત સમસ્‍યાઓ હતી. તેમના નજીકના મિત્ર મંગલા ખાડિલકરે જણાવ્‍યું કે સુમનજીએ રાત્રે લગભગ ૮ વાગ્‍યે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્‍લા કેટલાક દિવસોથી પોતાના જ ગાયેલા ગીતો સાંભળી રહ્યા હતા અને તેમણે ખૂબ શાંતિથી દુનિયાનેઅલવિદા કહ્યું. આજે સવારે લગભગ ૧૧:૩૦ થી ૧૨ વાગ્‍યાની વચ્‍ચે પવન હંસ સ્‍મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે. તેમના પરિવારમાં તેમની પુત્રી ચારુ છે. તેમને ૨૦૨૩માં ‘પદ્મ ભૂષણ' મળ્‍યો હતો.

સુમન કલ્‍યાણપુરનો જન્‍મ જાન્‍યુઆરી ૨૮, ૧૯૩૭ ના રોજ થયો હતો. તેણી ભારત દેશના સૌથી આદરણીય અને શ્રેષ્ઠ પાર્ヘ ગાયકો પૈકીના એક તરીકે પ્રસિદ્ધ હતા. તેણીએ પાર્ヘગાયિકા તરીકે સફળતાપૂર્વક માન્‍યતા હાંસલ કરી અને લગભગ તે સમયના બધા ટોચના સંગીતકારો માટે ગીત ગાયાં હતાં. ઘણા લોકો માને છે કે લતા મંગેશકરના આધિપત્‍યને કારણે તેણી પોતાની સંગીત પ્રતિભા પ્રમાણેનું કામ મેળવી શકી ન હતી અને આથી તેણી પાર્ヘગાયન ક્ષેત્રમાં યોગ્‍ય ઊંચાઈ મેળવવા જરૂરી બધાં જ લક્ષણો જેમ કે શાષાીય સંગીત વિષયક બહોળું જ્ઞાન, સુરીલો મધુર અવાજ અને વિશાળ ક્ષમતા હોવા છતાં યોગ્‍ય મુકામ પર પહોંચી શક્‍યા નહોતા.

સુમન કલ્‍યાણપુરનો અવાજ સાંભળતી વેળા ઘણીવાર ભૂલથી એમ લાગતું કે લતા મંગેશકર ગાય છે. સુમન કલ્‍યાણપુરની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૪માં થઈ હતી અને તેણીએ ગાયિકા તરીકે વર્ષ ૧૯૬૦-૧૯૭૦ દરમિયાન ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેણીએ હિન્‍દી ઉપરાંત મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, રાજસ્‍થાની, બંગાળી, અંગ્રેજી અને પંજાબી જેવી ઘણી ભાષાઓનાં ચલચિત્રો માટે ગીતો ગાયાં છે. તેમને તે સમયની લોકપ્રિય ગાયિકા તરીકે માન્‍યતા આપવામાં આવી હતી. સુમનજીએ કુલ ૮૫૭ હિન્‍દી ગીતો ગાયેલાં છે.

સુમન કલ્‍યાણપુરનો જન્‍મ ઢાકા ખાતે થયો હતો. તેમના પિતા શંકર રાવ હેમાડી મેંગલોર, કર્ણાટક ખાતેના એક સંભ્રાંત સારસ્‍વત બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલા હતા. હેમાડીએ કર્ણાટક રાજ્‍યના ઉડિપી જિલ્‍લાના કુંદાપુર તાલુકાનું એક ગામ છે. શંકર રાવે સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયામાં એક ઉચ્‍ચ પદ પર સેવા આપી હતી અને તેમને ખૂબ જ લાંબા સમય માટે હાલ બાંગ્‍લાદેશના ઢાકા ખાતે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. પિતા અને માતા સીતા હેમાડીને ત્‍યાં ૫ પુત્રીઓ અને એક પુત્રના પરિવારમાં સુમનનો ઉછેર થયો હતો, જેમાં સુમન કલ્‍યાણપુર સૌથી મોટા હતાં. વર્ષ ૧૯૪૩માં તેમનું કુટુંબ મુંબઈ ખાતે રહેવા આવ્‍યું જ્‍યાં તેમને સંગીતની તાલીમ પ્રાપ્ત થઈ.

સુમન કલ્‍યાણપુર હંમેશા ચિત્રકલા અને સંગીતમાં રસ લેતા હતાં. મુંબઇ ખાતેની પ્રખ્‍યાત કોલમ્‍બિયા હાઇ સ્‍કૂલમાં શાળાકીય અભ્‍યાસ સમાપ્ત કર્યા પછી તેણીના પ્રતિષ્ઠિત સર જે. જે. સ્‍કૂલ ઓફ આર્ટસ ખાતે ચિત્રકામના વિષય સાથે વધુ અભ્‍યાસ માટે પ્રવેશ મળ્‍યો. આ સાથે તેણીએ શાષાીય ગાયકનું શિક્ષણ પુણેના પ્રભાત ફિલ્‍મના સંગીત દિગ્‍દર્શક અને કુટુંબના અંગત મિત્ર એવા ‘પંડિત કેશવ રાવ ભોલે' પાસે શીખવા શરૂ કર્યું હતું. સુમન કલ્‍યાણપુર શરૂઆતમાં માત્ર શોખ માટે ગાતા હતા પરંતુ ધીમે ધીમે સંગીતમાં તેણીને રસ પડવા લાગ્‍યો અને વ્‍યવસાયિક ધોરણે ‘ઉસ્‍તાદ ખાન અબ્‍દુલ રહેમાન ખાન' અને ‘ગુરુજી માસ્‍ટર નવરંગ' પાસે શીખવાનું શરૂ કર્યું હતું.

સુમન કલ્‍યાણપુરન કહેતા કે, તેમના ઘરમાં એક તરફ કલા અને સંગીત તરફ ઝોક હોવા છતાં પણ જાહેર પ્રદર્શન માટે કડક પ્રતિબંધ હતો. તેમ છતાં તેઓ વર્ષ ૧૯૫૨માં ગાવા માટે ઓલ ઇન્‍ડિયા રેડિયો તરફથી મળેલી તક માટે ના પાડી શક્‍યા નહી. આ તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ હતો. જેના પછી તેમને વર્ષ ૧૯૫૩માં પ્રકાશિત મરાઠી ફિલ્‍મમાં ગાવા માટે એક તક મળી હતી. તે સમયે શેખ મુખ્‍તાર દ્વારા ફિલ્‍મ ‘મંગુ' બનાવી રહ્યા હતા, જેના રચયિતા હતા ‘મોહમ્‍મદ શફી'. શેખ મુખ્‍તાર ‘શુક્રાચી ચાંદની' નાં ગીતોમાં સુમનજીના અવાજથી એટલા પ્રભાવિત થયા કે તેમણે ફિલ્‍મ ‘મંગુ'માં તેમને ગાવા માટે ૩ ગીતો માટે પસંદ કર્યા. જો કે કેટલાક અજ્ઞાત કારણોસર પછી ‘ઓ. પી. નૈયર' દ્વારા ‘મોહમ્‍મદ શફી'ને બદલવામાં આવ્‍યા અને સુમનજીના ૩ ગીતોમાંથી માત્ર એક જ ગીત (હાલરડું) કોઈ પુકારે ધીરે સે તુઝે જાળવી રાખ્‍યું હતું. આમ તેઓ હિન્‍દી સિનેમા સાથે વર્ષ ૧૯૫૪માં પ્રદર્શિત ‘મંગુ'થી જોડાયા હતા.

આ ફિલ્‍મ ‘મંગુ' પછી તરત જ સુમન કલ્‍યાણપુરે સંગીત નિર્દેશક ‘નૌશાદ'ના નિર્દેશન હેઠળ ‘દરવાજા' ફિલ્‍મ માટે પ ગીતો ગાયાં હતાં. જે ઇસ્‍મત ચુગતાઇ દ્વારા નિર્દેશિત અને શાહિદ લતીફ દ્વારા દિગ્‍દર્શિત કરવામાં આવી હતી. ‘દરવાજા' ફિલ્‍મ પ્રથમ પ્રસારિત થવાને કારણે સામાન્‍ય રીતે માનવામાં આવે છે કે સુમન કલ્‍યાણપુરની તે પ્રથમ હિન્‍દી ફિલ્‍મ છે. આ જ વર્ષે (૧૯૫૪) સુમન કલ્‍યાણપુરે સંગીતકાર ઓ.પી. નૈયરના નિર્દેશનમાં રફી અને ગીતા દત્ત દ્વારા ગવાયેલા ફિલ્‍મ ‘આરપાર'ના લોકપ્રિય ગીત ‘મોહબ્‍બત કર લો જી ભર લો અજી કિસને રોકા હૈ'ની આવૃત્તિનું સ્‍વરાંકન કર્યું હતું. આ યુગલગીતમાં તેને કેટલીક કડીઓ ગાવા મળી હતી અને કોરસ ગાયિક તરીકે આ ગીત માટે તેની વધુ સેવાઓ લેવામાં આવી હતી. આ ગીત તેમણે ઓ. પી. નૈયર માટે ગાયેલું એકમાત્ર ગીત સાબિત થયું. સુમન કલ્‍યાણપુરે સૌ પ્રથમ ફિલ્‍મી ગીત (યુગલગીત) તલત મહમૂદ સાથે ફિલ્‍મ દરવાજા (૧૯૫૪) માટે ગાયું હતું. તલત મહમૂદે સુમન કલ્‍યાણપુરને સંગીત સમારોહમાં સાંભળ્‍યા હતાં અને તેમની ગાયકીથી અત્‍યંત પ્રભાવિત થયા હતા. તલત એક નવોદિત ગાયિકા સાથે આ યુગલગીત ગાવા માટે સંમત થયા આ વાતને કારણે સુમન કલ્‍યાણપુરની કારકિર્દીને વેગ મળ્‍યો. તેણીને ફિલ્‍મ ઉદ્યોગમાં સ્‍થાપિત થવામાં અને તેણીની સંગીત પ્રતિભાની નોંધ લેવામાં આવી હતી. સુમન કલ્‍યાણપુરે ફિલ્‍મ મીયાંબીબી રાજી (૧૯૬૦), બાત એક રાત કી (૧૯૬૨), દિલ એક મંદિર (૧૯૬૩), દિલ હી તો હૈ (૧૯૬૩), શગૂન (૧૯૬૪), જહાં આરા (૧૯૬૪), સાંઝ ઔર સવેરા (૧૯૬૪), નૂર જહાં (૧૯૬૭), સાથી (૧૯૬૮) અને પાકીઝા (૧૯૭૧) ફિલ્‍મો માટે સ્‍વરાંકન કર્યું હતું. તેમણે સંગીતકાર શંકર જયકિશન, રોશન, મદન મોહન, એસ. ડી. બર્મન, હેમન્‍ત કુમાર, ચિત્રગુપ્ત, નૌશાદ, એસ. એન. ત્રિપાઠી, ગુલામ મોહમ્‍મદ, કલ્‍યાણજી આણંદજી અને લક્ષ્મીકાંત-પ્‍યારેલાલ માટે કામ કર્યું જેમાં સૌથી વધુ ગીતો પ્રથમ બે સંગીતકારો માટે ગાયાં છે. તેમણે અનેક ફિલ્‍મી અને ગેર- ફિલ્‍મી ગીતો ગાયાં છે. તેમણે ૧૯૬૦ના દાયકામાં મહંમદ રફી સાથે ૧૪૦ યુગલ ગીતો ગાયાં છે.

 સુમન કલ્‍યાણપુરનું પ્રથમ ફિલ્‍મી ગીત ભાટુકલીચા ખેલ માંડીલા વસંત પ્રભુની ફિલ્‍મ પસંત આહે મુલગી માટે મરાઠી ભાષામાં હતું, જે સુપર-હિટ થયું હતું. ત્‍યાર પછી ૨૦ વર્ષ સુધી તેમણે ક્‍યારેય પાછા વળી જોયું નથી. પુત્ર વહાવા ઐસા, એકતી, માનીની અને અન્નપૂર્ણા તેમની કેટલીક યાદગાર ફિલ્‍મો પૈકીની છે. આ ઉપરાંત ફિલ્‍મો સિવાય તેમના ગાયેલાં ૫૦થી વધુ ભાવગીતો અને ભક્‍તિગીતો લોકપ્રિય નીવડ્‍યાં છે. સુમન કલ્‍યાણપુરે લતા મંગેશકર સાથે યુગલગીત કભી આજ, કભી કલ, કભી પરસો હેમંતકુમારના સંગીતનિર્દેશન હેઠળ ગાયું હતું. તેણીએ કેટલાક લોકપ્રિય યુગલ ગીતો પુરુષ ગાયકો મોહમ્‍મદ રફી, મન્ના ડે, મુકેશ, તલત મહમૂદ અને હેમંતકુમાર સાથે ગાયાં હતાં. તેના રફી સાથેનાં કેટલાક યાદગાર યુગલ ગીતો આજકલ તેરે મેરે પ્‍યાર કે ચર્ચે,  ના ના કરતે પ્‍યાર તુમસે ઓ હસીના, રહેં ના રહેં હમ, પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ, યે પર્બતોં કે દાયરે, અજહું ના આયે બાલમા, તુમને પુકારા ઔર હમ ચલે આયે બાદ મુદ્દત કે યે ઘડી આયી, મુઝે યે ભૂલ ના,દિલ ને ફિર યાદ કીયા, તુઝકો દિલબરી કી કસમ અને ચાંદ તકતા હૈ ઈધર વગેરે ગાયાં હતાં. મન્ના ડે સાથે તેમણે ગાયેલ લોકપ્રિય યુગલગીતના જાને કહાં હમ સંગીતકાર દત્તારામના નિર્દેશન હેઠળ બન્‍યું હતું. મુકેશ સાથે તેમણે ઘણા લોકપ્રિય યુગલ ગીતો ગાયાં છે, જેમ ‘યે કીસને ગીત છેડા',અખિયોં કા નૂર હૈ તુ મેરા પ્‍યાર ભી તુ હૈ ,  દિલ ને ફિર યાદ કીયા ,  શમા સે કોઈ કહ દે વગેરે. સુમન કલ્‍યાણપુર શાષાીય રાગો પર આધારિત કેટલાક યાદગાર ગીતો ગાયાં છે, જેમ કે ;મનમોહન મન મેં હો તુમ્‍હી મેરે સંગ ગા ગુનગુના અને ગીર ગયી રે મેરે માથે કી બિદિંયા

 સુમન કલ્‍યાણપુરે મુંબઈના ઉદ્યોગપતિ રામાનંદ કલ્‍યાણપુર સાથે વર્ષ ૧૯૫૮માં કર્યાં હતાં અને આમ તેણી સુમન હેમાડીને બદલે સુમન કલ્‍યાણપુર બન્‍યા. રામાનંદે લગ્ન પછી તેણી માટે દરેક સ્‍વરાંકન સત્ર દરમિયાન હાજરી આપી હતી. તેણીએ એક પુત્રીને જન્‍મ આપ્‍યો હતો જેનું નામ નામના ચારુલ અગ્નિ છે જે લગ્ન પછી યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ખાતે સ્‍થાયી છે. તેણીને અનેક સન્‍માન પણ મળ્‍યા છે. જેમકે ત્રણ વખત પ્રતિષ્ઠિત સુર શ્રીંગાર સંસદ પુરસ્‍કાર હિન્‍દી ફિલ્‍મ માટે શ્રેષ્ઠ શાષીય ગીત બદલ મેળવેલ છે. લતા મંગેશકર પુરસ્‍કાર ૨૦૦૯ માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા, ગા દી મા પુરસ્‍કાર ગા દી મા પ્રતિષ્ઠાન દ્વારા ઉપરાંત ૨૦૨૩માં ‘પદ્મ ભૂષણ' પુરસ્‍કાર પણ મળ્‍યો હતો. સુમનજીએ હિન્‍દી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, રાજસ્‍થાની, બંગાળી, ઉડિયા, મૈથિલી, પંજાબી સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા. તેણીએ ગાયેલા ગીતોમાં ભક્‍તિ ગીતો, ગઝલો અને ઠુમરીનો પણ સમાવેશ થાય છે. તેમણે આજીવન પોતાની ગાયકીમાં જે શિસ્‍ત અને નિખાલસતા જાળવી રાખી હતી, તે હંમેશા નવી પેઢીના ગાયકો માટે એક મોટી પ્રેરણા બની રહેશે. ?સુમન કલ્‍યાણપુર એક એવા ગાયિકા હતા જેમણે ક્‍યારેય લાઈમલાઈટ કે વિવાદોની પરવા કર્યા વિના માત્ર પોતાના સૂરની સાધના કરી. આજે પણ તેમના ગીતોમાં રહેલી સાદગી, મધુરતા અને ગંભીરતા સંગીતપ્રેમીઓના હૃદયને સ્‍પર્શી જાય છે. ભારતીય સંગીતના ઇતિહાસમાં તેમનું નામ હંમેશા સુવર્ણ અક્ષરે અંકિત રહેશે.


 

૪૫ વર્ષ સુધી અમીન સયાનીને રાહ જોવડાવી

જાણીતા રેડિયો અનાઉન્‍સર અમીન સયાની ૪૫ વર્ષ સુધી સુમનજી પાસે એક ઇન્‍ટરવ્‍યૂ માટે સમય માંગતા રહ્યા. પરંતુ સુમનજી દર વખતે વાત ટાળી દેતા હતા. આખરે ૪૫ વર્ષ પછી અમીન સાહેબની પ્રતીક્ષા ૨૦૦૫માં પૂરી થઈ જ્‍યારે સુમનજી એક કલાકના ઇન્‍ટરવ્‍યૂ માટે સંમત થયા. જોકે તેમણે ઇન્‍ટરવ્‍યૂની મંજૂરી માત્ર એ શરતે આપી હતી કે કોઈ તેમનો ફોટો નહીં ખેંચે અને જો કોઈ સવાલ તેમને અસહજ લાગશે તો તેઓ તેનો જવાબ નહીં આપે. એ ઇન્‍ટરવ્‍યુ યાદગાર બની રહ્યો હતો.

સુમન કલ્‍યાણપુરનાં લોકપ્રિય ગીતો

સાથી મેરે સાથી (વિરાના)ના તુમ હમેં જાનો  (બાત એક રાત કી) છોડો છોડો મોરી બૈયાં  (મીયાં બીવી રાજી) દિલ ગમ સે જલ રહા (શમા) યું હી દિલ ને ચાહા થા (દિલ હી તો હૈ) બુઝા દિયે હૈ (શગૂન) મેરે સંગ ગા (જાનવર) મેરે મેહબૂબ ન જા (નૂર મહલ) ᅠતુમ અગર આ સકો તા; અને ઝીંદગી ડૂબ ગઈ દર્દ કે તૂફાનો મે (એક સાલ પેહલે) ઝીંદગી ઈમ્‍તિહાન લેતી હૈ (ફિલ્‍મ નસીબ) જો હમ પે ગુઝરતી હૈ (મોહબ્‍બત ઇસકો કહેતે હૈ) શરાબી શરાબી યે સાવન કા મોસમ  (નૂર જહાં) બહેના ને ભાઈ કી કલાઇ મેં (રેશમ કી ડોરી), જે ગીતને વર્ષ ૧૯૭૫ના ફિલ્‍મફેર શ્રેષ્ઠ પાર્ヘગાયિકા પુરસ્‍કાર માટે નામાંકિત કરવામાં આવ્‍યું હતું. આજકલ તેરે મેરે પ્‍યાર કે ચર્ચે(બ્રહ્મચારી ફિલ્‍મ) આંસુ કી એક બૂંદ હું મૈં એક પહેલી (૧૯૭૧). મેરા પ્‍યાર ભી તુ હૈ યે બહાર ભી તુ હૈ - મુકેશ સાથે યુગલગીત- સાથી (૧૯૬૮)

લતા મંગેશકરના અવાજ સાથે ગજબની સમાનતા..

કલ્‍યાણપુરનો અવાજ મહાન ગાયિકા લતા મંગેશકરના અવાજ સમાન જ હતો. તેણીનાં ઘણાં ગીતો વિશે લતા શૈલીને કારણે લતા મંગેશકરે ગાયું હશે એમ અસ્‍પષ્ટતા થાય છે તેનું કારણ તેણી લતા મંગેશકરના અવાજ સમાન ગુણવત્તા સાથે ગાતાં. સુમન કલ્‍યાણપુરે બ્રહ્મચારી ફિલ્‍મનાં ગીતો માટેના સન્‍માન સમારંભમાં લતા મંગેશકર સાથેના અવાજની સરખામણી બાબતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપેલો કે હું લતા મંગેશકરથી અત્‍યંત પ્રભાવિત છું. મારા કોલેજ દિવસોમાં તેણીનાં ગીતો હું ગાવા માટે પસંદ કરતી હતી. મારો અવાજ નાજુક અને પાતળો હતો. તો હું શું કરું? જ્‍યારે રેડિયો સિલોન દ્વારા મારા ગીતો પ્રસારીત કરવામાં આવ્‍યાં ત્‍યારે ક્‍યારેય નામની જાહેરાત કરી નથી. પણ ક્‍યારેક ખોટું નામ પણ જણાવવામાં આવ્‍યું હતું. કદાચ આ કારણે જ વધુ મૂંઝવણ ઊભી થઈ છ ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાને હિન્‍દી ફિલ્‍મ સંગીતના સોનેરી કાળ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાનસ્ત્રી પાર્ヘગાયિકા તરીકે શમશાદ બેગમ, ગીતા દત્ત, લતા મંગેશકર, સુમન કલ્‍યાણપુર, આશા ભોંસલેનું આધિપત્‍ય હતું. દરમિયાન આ જ સમયગાળામાં લતા મંગેશકરે મહંમદ રફી સાથે ગાવા માટે રોયલ્‍ટીના મુદ્દાને કારણે ઇનકાર કર્યો હતો અને તે ગીતોનું સ્‍વરાંકન રફી દ્વારા આવ્‍યું હતું. આ સમયગાળામાં તેમણે રફી સાથે ૧૪૦ યુગલ ગીતોનું સ્‍વરાંકન કર્યું હતું. જેમાંના ઘણા ગીતો આજે પણ બહુ જ લોકપ્રિય છે.

 

ગુજરાતી અને પ્રાદેશિક સંગીતમાં પ્રદાન

 

સુમનજીએ માત્ર હિન્‍દી જ નહીં, પરંતુ ગુજરાતી, મરાઠી, ભોજપુરી, બંગાળી, પંજાબી અને ઓડિશા જેવી અનેક ભાષાઓમાં ગીતો ગાયા છે. ?ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્‍મોમાં પણ તેમનો અવાજ ખૂબ ગૂંજ્‍યો છે. ગુજરાતી ગીતોમાં તેમનો સ્‍પષ્ટ ઉચ્‍ચાર અને ભાવ સરાહનીય રહ્યા છે. ?લોકપ્રિય ગુજરાતી ગીત પાંદડું લીલું ને રંગ રાતો... (ફિલ્‍મઃ અખંડ સૌભાગ્‍યવતી) - આ ગીત આજે પણ ગુજરાતના ઘરોમાં નવરાત્રિ અને લગ્નપ્રસંગોએ એટલું જ હોંશે હોંશે સાંભળવામાં આવે છે. તેમના અવાજને ગુજરાતી સંગીત જગત કદી નહી વિસરે.

 

(3:33 PM IST)