News of Wednesday, 30th September 2026
અરબી સમુદ્રમાંથી ૩૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્તઃ પાંચ પાકિસ્તાની ઝડપાયા : જુઓ વિડીયો
ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસનું સુપરડુપર આપરેશન : લક્ષદ્વિપના પશ્ચીમમાં દરીયામાં ડ્રગ્સની દાણચોરી નિષ્ફળ બનાવાઇઃ ૫૨૬ કિલો હેરોઇન અને મેથામફેટામાઇનનો જથ્થો પકડાયોઃ નાપાકોની પુછપરછ

નવી દિલ્હી તા.૩૦: અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં ૩૦૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, ઓપરેશન દરમિયાન આશરે ૫૨૬ કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિમત રૂ.૩,૦૦૦ કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત ATS, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને અન્ય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપની પヘમિે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની જહાજને ટ્રેક કર્યું હતું.
જહાજની સતત દેખરેખ અને ટ્રેકિગ બાદ કોસ્ટ ગાર્ડની ટીમે વ્યૂહાત્મક રીતે જહાજ પર બોર્ડિગ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
ઓપરેશનમાં કુલ ૫૨૬ કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિમત રૂ.૩,૦૦૦ કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ જહાજમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ સભ્યોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. તેમની પાસેથી મળેલી માહિતી અને દાણચોરીના નેટવર્ક અંગે બહુ-એજન્સી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પકડાયેલા જહાજ અને પાંચેય ક્રૂ સભ્યોને વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે મુંબઈ લઈ જવામાં આવ્યા છે. વિવિધ એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, તેને ક્યાં પહોંચાડવાનો હતો અને આ નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે અંગેની વિગતો સામે આવી શકે છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ અરબી સમુદ્રમાં ડ્રગ્સની મોટી દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો જેમાં પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી. ટીમે આશરે ૫૨૬ કિલોગ્રામ હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કર્યું, જેની કિમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂા. ૩,૦૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીને આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયાઈ અને હવાઈ દેખરેખ વધુ તીવ્ર બનાવી. દેખરેખ દરમિયાન, એક શંકાસ્પદ ઈરાની બોટ, જેને ધાવ તરીકે ઓળખવામાં આવે છે, તેની ઓળખ થઈ. ICG એ સતત બોટને ટ્રેક કરી, ૨૫ સપ્ટેમ્બરના રોજ તેને અટકાવી અને તેના પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
તલાશી દરમિયાન, હેરોઈન અને મેથામ્ફેટામાઈન સહિત આશરે ૫૨૬ કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. જપ્ત કરાયેલ ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય રૂા.૩,૦૦૦ કરોડથી વધુ છે. આ કાર્યવાહીમાં બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલ બોટ, તેના ક્રૂ અને જપ્ત કરાયેલ ડ્રગ્સને કડક સુરક્ષા હેઠળ મુંબઈ લાવવામાં આવ્યા હતા. ઘણી એજન્સીઓ આરોપીઓની સંયુક્ત પૂછપરછ કરશે. આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
આ બોટ પાંચ પાકિસ્તાનીઓ ચલાવતા હતા. તે બધાની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ સમગ્ર દાણચોરી નેટવર્ક વિશે માહિતી એકત્રિત કરી રહી છે. તેઓ આ માલ પાછળના વ્યક્તિઓ અને દરિયાઈ માર્ગે ડ્રગ્સ પરિવહન કરવાની યોજનામાં અન્ય કોણ સામેલ છે તે ઓળખવાનો પણ પ્રયાસ કરશે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
