<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૯૯

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

તમે કઇ વસ્‍તુની સુરક્ષા કરી રહ્યા છો? તમે જે વસ્‍તુની સુરક્ષા કરી રહ્યા છો તે કયારેય બચાવની નથી.

ન તો દેહ બચે છે કે તો ધન બચે છે. 

એક દિવસ મોત આવીને બધું નષ્‍ટ કરી નાંખશે.  મૃત્‍યુ જયાં અનિવાર્ય છે, ત્‍યાં સુરક્ષા કઇ રીતે સંભવી શકે?

શું સુરક્ષાનો કોઇ ઉપાય નથી? સુરક્ષાની ખોજ જ ભ્રાંતિ છે. તમે અસુરક્ષિતતાનો સ્‍વીકાર કરી લો.

હું એ જ વાત સતત કહી રહ્યો છું કે તમારા જીવનને અસ્‍તિત્‍વના હાથમાં સોંપી દો.

અસુરક્ષા જીવનનો સ્‍વભાવ છે. તેને કયારેય બદલી ન શકાય!

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:42 AM IST)