News of Friday, 1st May 2026
બંગાળમાં ભાજપની જીત છતાં સૌથી મોટો ફાયદો રાહુલ ગાંધીને ?! પ્રાદેશિક પક્ષોના પતનથી દ્વિપક્ષીય રાજનીતિના એંધાણ
જો બંગાળમાં સત્તા પરિવર્તન થાય અને પ્રાદેશિક પક્ષોનું પતન થાય, તો લાંબા ગાળે આખા દેશમાં માત્ર બે જ મુખ્ય પક્ષોની રાજનીતિ સ્થાપિત થશે.

કોલકત્તા: બંગાળમાં ભલે સત્તા ભાજપના હાથમાં જતી દેખાઈ રહી હોય, પરંતુ હાલના રાજકીય આકલન મુજબ આ સમગ્ર પરિણામનો સૌથી મોટો અને અંતિમ ફાયદો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને થવાનો છે. નિષ્ણાતો માને છે કે જો બંગાળમાં સત્તા પરિવર્તન થાય અને પ્રાદેશિક પક્ષોનું પતન થાય, તો લાંબા ગાળે આખા દેશમાં માત્ર બે જ મુખ્ય પક્ષોની રાજનીતિ સ્થાપિત થશે.
પ્રાદેશિક પક્ષો નબળા પડવાથી વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસનું એકહથ્થુ વર્ચસ્વ વધશે અને દેશમાં ભાજપ સામે એકમાત્ર રાષ્ટ્રીય વિકલ્પ તરીકે માત્ર કોંગ્રેસ જ બચશે.
આથી જ, બંગાળમાં ભાજપની સરકાર બનવા છતાં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના અસ્તિત્વને નવી મજબૂતી મળવાની પૂરેપૂરી શક્યતા છે.
૪ તારીખે આવનારા અંતિમ પરિણામો આ તમામ અટકળો અને દાવાઓ પર આખરી મહોર મારશે, પરંતુ હાલમાં દેશભરના રાજકીય માહોલમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
