તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 3rd October 2026
પ્રશાંત મહાસાગરમાં વાવાઝોડું 'નોલો' આગામી 48 કલાકમાં 241 કિમી/કલાકની ઝડપે ત્રાટકવા તૈયાર : કિનારે વિનાશની ભારે ભીતિ
20 ફૂટ ઊંચા દરિયાઈ મોજા, ભૂસ્ખલન અને મહિનાઓ સુધી વીજ-સંદેશાવ્યવહાર ઠપ્પ થવાની હવામાનશાસ્ત્રીઓની ગંભીર ચેતવણી

હોનોલુલુ : પેસિફિક મહાસાગરના વિશાળ જળવિસ્તાર પર આ દિવસોમાં એક એવો કુદરતી કોપ આકાર લઈ રહ્યો છે, જેણે વિશ્વભરના હવામાનશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. 'નોલો' નામનું ચક્રવાતી તોફાન છેલ્લા કેટલાક દિવસોથી દરિયાની મધ્યમાં સતત પોતાની તાકાત અને ઉર્જા એકઠી કરી રહ્યું છે. હવે આ તોફાન એક અત્યંત ખતરનાક અને વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક આ ક્ષેત્ર માટે આફતના સાબિત થઈ શકે છે. આ વાવાઝોડું મધ્ય પેસિફિક બેસિન છોડીને પશ્ચિમ પેસિફિક બેસિન તરફ વધી રહ્યું છે અને જેવું તે આંતરરાષ્ટ્રીય તારીખ રેખા પાર કરશે, તે જ ક્ષણે તેનો દરજ્જો બદલાઈને સીધો 'સુપર ટાયફૂન' થઈ જશે, જ્યાં પવનની ઝડપ 241 કિલોમીટર પ્રતિ કલાકના ભયાનક સ્તરે પહોંચવાની ધારણા છે.
આટલી પ્રચંડ ઝડપે ફૂંકાતા પવનો સામે માનવ વસાહતોનું ટકી રહેવું લગભગ અશક્ય બની જાય છે. જાપાન હવામાન એજન્સી અને સંયુક્ત ટાયફૂન ચેતવણી કેન્દ્ર (JTWC) જેવી વૈશ્વિક સંસ્થાઓની નજર આ તોફાનની ક્ષણે-ક્ષણની ગતિવિધિ પર છે. 241 કિમી/કલાકની ગતિ ધરાવતા આ દૈત્ય જેવા પવનો રસ્તામાં આવતા કાચા-પાકા ઘરો, શેડ, વીજળીના મોટા થાંભલા અને મોબાઈલ ટાવરોને પત્તાના મહેલની જેમ ઉખાડી ફેંકશે. નિષ્ણાતોનો દાવો છે કે જો આ તોફાન સીધું જનીન વસ્તી ધરાવતા વિસ્તાર સાથે અથડાશે, તો ત્યાં વીજળી અને સંદેશાવ્યવહારનો પૂરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે અને તેને પૂર્વવત કરવામાં અઠવાડિયા કે મહિનાઓનો સમય લાગી શકે છે. આ ઉપરાંત, વિશાળકાય વૃક્ષો ધરાશાયી થવાથી રસ્તાઓ અને રેલવે લાઈનો બંધ થઈ જશે, જેના કારણે રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવી પણ અત્યંત પડકારજનક બનશે.
પવન સિવાય આ તોફાનનો સૌથી ભયાનક પાસું સમુદ્રી પ્રલય અને આકાશી આફતનો બેવડો પ્રહાર છે. 'નોલો' દરિયાના પાણીને પોતાની સાથે ખેંચીને કિનારા તરફ પાણીની એક પ્રચંડ દિવાલ સમાન ધકેલશે. હવામાનશાસ્ત્રમાં 'સ્ટોર્મ સર્જ' તરીકે ઓળખાતી આ સ્થિતિમાં 10 થી 20 ફૂટ ઊંચા દરિયાઈ મોજાં કિનારે આવેલી વસાહતો, રિસોર્ટ્સ અને બંદરો પર ત્રાટકશે, જેનાથી આખેઆખા શહેરો જળમગ્ન થઈ જશે. ખારું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં અબજોનું નુકસાન થશે અને દરિયાઈ ધોવાણના કારણે કિનારાની જમીન સમુદ્રમાં ગરકાવ થઈ જશે. તેની સાથે જ, તોફાનમાં રહેલા કાળા દિબાંગ વાદળો થોડા જ કલાકોમાં સેંકડો મિલીમીટર ભારે વરસાદ વરસાવશે, જેથી નદી-નાળાઓ છલકાઈ જશે અને અચાનક પૂર તથા પહાડી વિસ્તારોમાં ભીષણ ભૂસ્ખલનની સ્થિતિ સર્જાશે. હાલ તમામ નજર એ વાત પર ટકેલી છે કે આ વિનાશક નોલો કિનારા પર ત્રાટકે છે કે દરિયામાં જ શાંત થાય છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
