તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
સોમવારની સવારે બંગાળની ખાડીમાં આકાર લેશે અર્નબ વાવાઝોડુ
હવામાન વિભાગ દ્વારા સતાવાર જાહેરાત : ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે આંધ્ર-ઓડિસા- પ. બંગાળમાં અતિભારે વરસાદની આગાહી- એલર્ટ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.ર૪, હવમાન વિભાગ દ્વારા એક ખાસ બૂલેટીન બહાર પડાયેલ તથા આઇએમડીના મહાનિર્દેશક ડો. મૃત્યુંજય મહાપાત્ર દ્વારા ખાસ વીડિયો અપલોડ કરી સત્તાવર જાહેરાત કરાઇ છે. જેમાં આ સમગાળામાં માછીમારો માટે દરીયો ન ખેડવાનું એલર્ટ જાહેર કરેલ છે.
બંગાળની ખાડીની સીસ્ટમ્ શુક્રવારે જ લો પ્રેસર પછી વેલમાર્ક લો પ્રેશર બનેલ છે. શનિવારે આ સીસ્ટમ વધુ મજબૂત બની ડીપ્રેસનમાં તબદીલ થઇ, રવિવારે રપ તારીખે ડીપ ડીપ્રેશન કેટેગરીએ પહોંચીને ર૬ તારીખને સોમવારની સવારે વાવાઝોડું બનશે જેનું નામ અર્નબ હશે.
ર૮-ર૯ તારીખે આંધ્ર-ઓડિસા- અને પ. બંગાળના અમુક ભાગોમાં એકસટ્રીર્મલી હેવી રેઇન ફોલ અર્થાત અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.
બંગાળની ખાડીમાં ઉપસ્થિત એક સાથે બે સીસ્ટમોમાંથી એક નબળી જયારે બીજી સાયલોન કેટેગરીએ પહોંચશે. ર૭ થી લેન્ડફોલ તેમજ વાવાઝાડાનો ટ્રેક ઉત્તર-પશ્ચિમ તરફ હોઇ, દેશના ઉત્તર અને મધ્યના રાજયો સહિત નેપાલમાં પણ આ સીસ્ટમ થી ફરી જળ પ્રલયની ભીતિ ઉપસ્થિત થશે.
ગુજરાતમાં આ વાવાઝોડાનો ખાસ કોઇ પ્રભાવ હાલ જોવા મળી રહ્યો નથી.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
