News of Thursday, 19th November 2026
વાવાઝોડું 'અકવાન' હવે વધુ શક્તિશાળી બન્યું : આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદની ચેતવણી
પવનની ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક અને વરસાદી ઝાપટા 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા

બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું ભીષણ ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત અકવાન 20 નવેમ્બર 2026ના રોજ બપોર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક અને વરસાદી ઝાપટા 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે. 19 નવેમ્બરથી આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
