તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 16th August 2026
૨૦૩૬ સુધીમાં દેશ બનશે $૨૦ ટ્રિલિયનનું અર્થતંત્ર: શું ખરેખર તમારા ખિસ્સા સંપત્તિથી છલકાઈ જશે?
સ્થાનિક બ્રોકરેજ ફર્મ ઇક્વિરસના તાજેતરના અહેવાલ મુજબ ભારત આગામી ૧૦ વર્ષમાં ૫ ગણી આર્થિક ક્ષમતા હાંસલ કરશે : માથાદીઠ આવક ₹૧૨ લાખ સુધી પહોંચવાની અને ૨.૫ કરોડ નવી ઉચ્ચ પગારવાળી નોકરીઓ સર્જાવાની સંભાવના

અમદાવાદ: ભારતીય અર્થતંત્ર હાલમાં $૩.૭ ટ્રિલિયનના સ્તરે છે, પરંતુ બ્રોકરેજ ફર્મ ઇક્વિરસના અહેવાલે દેશના આર્થિક ભવિષ્ય માટે એક અત્યંત ઉત્સાહજનક ચિત્ર રજૂ કર્યું છે. જો જરૂરી આર્થિક સુધારાઓ લાગુ કરવામાં આવે, તો ૨૦૩૬ સુધીમાં ભારત $૨૦ ટ્રિલિયનનું સુપર-ઈકોનોમી બની શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ આર્થિક ઉછાળાનો સીધો ફાયદો દેશના સામાન્ય નાગરિકોને થશે, જ્યાં હાલની સરેરાશ વાર્ષિક માથાદીઠ આવક ₹૨.૧૨ લાખથી વધીને ₹૧૦ થી ₹૧૨ લાખ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
આ મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવામાં સેવા ક્ષેત્ર અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) સૌથી મોટું એન્જિન સાબિત થશે. રાષ્ટ્રીય GCC નીતિ લાવવાથી દેશમાં વિદેશી ટેક અને રિસર્ચ હબની સંખ્યા ૧,૮૦૦ થી વધીને ૫,૦૦૦ થઈ શકે છે, જેનાથી ૨૦ થી ૨૫ મિલિયનની નવી ઉચ્ચ પગારવાળી નોકરીઓનું સર્જન થશે. આ ઉપરાંત, પ્રવાસન ક્ષેત્રના વૈશ્વિક વિકાસથી વાર્ષિક $૨૧ બિલિયનનું વધારાનું વિદેશી હૂંડિયામણ મળશે, જેનો સીધો લાભ સ્થાનિક હોટેલ્સ, ટેક્સી ચાલકો અને નાના વેપારીઓને મળશે.
આ સ્વપ્નને સાકાર કરવા માટે ૨૦ મુખ્ય આર્થિક સુધારાઓનું ફોર્મ્યુલા પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. જેમાં પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવું, એડવાન્સ ટેક્સ નાબૂદ કરવો, અને TDS ના દરો ઘટાડીને ૫% કરવા જેવા નિર્ણાયક પગલાં શામેલ છે. આ ફેરફારોથી બજારમાં કરોડો રૂપિયાની તરલતા આવશે, મોંઘવારી પર અંકુશ આવશે અને ભારતીય રેલ્વેના સ્ટોક એક્સચેન્જ લિસ્ટિંગ જેવા પગલાંથી સામાન્ય રોકાણકારો માટે સંપત્તિ સર્જનના નવા દ્વાર ખુલશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
