News of Wednesday, 1st July 2026
કફની દવા આંખમાં નાખી... ૧૯ મહિનાના બાળકની રોશની છીનવાઇ ગઈ

બાંદા તા.૧: ઉત્તર પ્રદેશના બાંદાની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારીએ ૧૯ મહિનાના માસૂમની આખી જિંદગી અંધારામાં ધકેલી દીધી છે. શરદી-ઉધરસની સારવાર માટે આવેલા બાળકની આંખમાં કફ મટાડવાની દવા નાખી દેવાતાં તેની બન્ને આંખોની રોશની હંમેશ માટે જતી રહી હતી. આ ગંભીર ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક ૩ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે.
બનાવની વિગત એવી છે કે ૧૯ મહિનાના દીકરાને શરદી, ઉધરસ અને આંખ લાલ થવાની ફરિયાદ સાથે પેરન્ટ્સ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ફરજ પરના ડોક્ટરે બાળકને તપાસીને આંખમાં ટીપાં નાખ્યાં હતાં. પરિવારજનોનો આરોપ છે કે ડોક્ટરે આંખનાં ટીપાંને બદલે ભૂલથી કફની દવાનાં ટીપાં બાળકની આંખમાં નાખી દીધાં હતાં. ટીપાં નાખ્યાની મિનિટોમાં જ બાળક જોરજોરથી રડવા લાગ્યું અને તેની આંખો સૂજી ગઈ. હાલત ગંભીર બનતાં પરિવાર તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ બાળકની બન્ને આંખોની લ્લષ્ટિ સંપૂર્ણપણે જતી રહી હોવાનું જણાવ્યું હતું.
બાળકના પપ્પાએ તાત્કાલિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તબીબી બેદરકારીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
