<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

હોટેલ હીલ્‍ટન વોશિંગ્‍ટનમાં એક રાત રહેવાનું સૂટનું ભાડું ડોલર ૩૦૦થી ૪૦૦: રૂ. ૨૫,૦૦૦થી ૩૩,૦૦૦ જેટલું છે

વોશિંગ્‍ટન (ડી.સી.) તા.૨૭: જ્‍યાં પ્રમુખ ટ્રમ્‍પ અને ફર્સ્‍ટ લેડી માટે વ્‍હાઇટ હાઉસ કોરસ્‍પોન્‍ડન્‍ટસ એસોસિએશને ભવ્‍ય ભોજન સમારંભ યોજ્‍યો હતો તેના એક સૂટનું એક રાતનું ભાડું આંચકાજનક ડોલર ૩૦૦થી ૪૦૦ એટલે કે રૂ. ૨૫,૦૦૦ થી ૩૩,૦૦૦ જેટલું છે. ભારે ધસારા દરમ્‍યાન તે રૂ. ૩૩,૦૦૦ સુધી પહોંચી જાય છે. જો કે ધસારો ઓછો હોય ત્‍યારે ભાડું ઘટીને એક સૂટનું એક રાતનું ભાડું ઘટીને ૧૨૧ ડોલર : રૂ. ૧૨ થી ૧૩ હજાર જેટલું ઓછું કરવામાં આવે છે. તો કોઈવાર ઉક્‍ત કાર્યક્રમ જેવા કાર્યક્રમ સમયે તો તે વધીને એક રાતના ડોલર ૩૪૪ જેટલું પહોંચી ગયું હતું.

આટલું ઓછું હોય તેમ સંયોગોવશાત્‌ તે હોટેલને રૂ. ૪થી ૫ હજાર વધુ લેવા પડે છે. આ ઐતિહાસિક હોટેલની સંરચના ખ્‍યાતનામ આર્કીટેક્‍ટ વિલિયમ બી. ટેબ્‍લરે કરી હતી. આ હોટેલમાં વર્ષોથી દુનિયાના મહત્ત્વના દેશોના રાજાઓ, પ્રમુખો કે વડાપ્રધાનો ઉતરે છે.

હોટેલમાં દરેક મોટી હોટલોમાં હોય છે તેવા સ્‍વીમીંગ પૂલ્‍સ તો છે જ પરંતુ સૌથી વધુ આヘર્યજનક તો તેના આશરે ૩૦૦૦ ચોરસ ફીટનો એક પણ સ્‍તંભ વિનાનો (૧૭૦ ફીટ ટ ૧૭૦ ફીટ) બોલ રૂમ છે. આ બોલ રૂમ વોશિગ્‍ટનમાં સૌથી મોટો બોલ રૂમ છે. તેમાં જીમ્‍નેશ્‍યમસ પણ છે. તેટલું જ નહીં પરંતુ પાળેલાં પશુઓને સાચવવાની પણ.

 

(10:04 AM IST)