<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

દિલજીત દોસાંજનો કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવાનું હતું ષડ્યંત્ર : ખાલીસ્તાની સમર્થક એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ

મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન સમર્થક સૂત્રો લખવાના બદલામાં મોટી રકમ આપવાનું વચન અપાયું હતું

નવી દિલ્હી: દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો કાર્યક્રમ 30 ઓક્ટોબરે યોજાયો હતો. જોકે, આ કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવામાં માટેના પ્રયાસને લઇને મોટો ખુલાસો થયો છે. જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મેટ્રો સ્ટેશન પર ખાલીસ્તાન સમર્થનમાં લખાણ લખવા બદલ એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. 

પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીઓ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન 'સિખ્સ ફોર જસ્ટિસ' સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં હતા. તેમને મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન સમર્થક સૂત્રો લખવાના બદલામાં મોટી રકમ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પોલીસ હવે આ ષડયંત્ર પાછળ રહેલા મુખ્ય સૂત્રધારની  શોધખોળ શરૂ  કરી  છે.

 

જેમાં દિલ્હીમાં ખાલિસ્તાન તરફી સૂત્રો લખીને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના બે કિસ્સા નોંધાયા હતા. બે મેટ્રો સ્ટેશનમાં ખાલિસ્તાન તરફી સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. આ સૂત્રો દ્વારા એસજીએફ  અને ખાલિસ્તાન વિચારધારાને સમર્થન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

 

જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને સ્થાનિક સ્તરે માહિતી એકત્ર કરી હતી. તેની બાદ સુમીત ઉર્ફે રફ્તારની ઓળખ સૌપ્રથમ ટેકનિકલ તપાસ દ્વારા કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન અન્ય બે સહયોગીઓના નામ સામે આવ્યા હતા. આ પછી પોલીસે પંજાબમાં કાર્યવાહી કરી અને સુમિત કુમાર ઉર્ફે કાકા અને ગુરપ્રીતની ધરપકડ કરી હતી. 

તેમજ પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓ 28 ઓક્ટોબર 2026ના રોજ દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ દરેકે પોતપોતાની ભૂમિકા અનુસાર અલગ-અલગ મેટ્રો સ્ટેશનો પર સૂત્રો લખ્યા હતી.  સુમીત ઉર્ફે રફ્તાર જહાંગીરપુરી મેટ્રો સ્ટેશન પર પહોંચ્યો અને ત્યાં ખાલિસ્તાન તરફી સૂત્રો લખ્યા. તેણે આ સમગ્ર પ્રવૃતિનો વીડિયો પણ બનાવીને તેના હેન્ડલર્સને મોકલી આપ્યો હતો

 સુમિત કુમાર ઉર્ફે કાકા અને ગુરપ્રીત બંનેએ શાસ્ત્રીનગર મેટ્રો સ્ટેશન પર સૂત્રો લખ્યા હતા. આ ઘટના 28 અને 29 ઓક્ટોબરની વચ્ચેની રાત્રે બની હોવાનું જાણવા મળે છે

(11:53 PM IST)