News of Friday, 18th September 2026
ભારતમાં ધર્મની અવધારણા પશ્ચિમી ધર્મોથી અલગ છે:ભારતે ક્યારેય વિવિધ ધર્મો વચ્ચે ભેદભાવ કર્યો નથી. મોહન ભાગવત
મોહન ભાગવતે યુવા ધર્મ સંસદમાં લગભગ 1,700 ઝેન જી સહભાગીઓને સંબોધિત કરતા ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવા માટે બલિદાનના મહત્વ પર ભાર મૂક્યો.

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શુક્રવારે કહ્યું કે ભારતમાં ધર્મનો ખ્યાલ પશ્ચિમી દેશોમાં પ્રચલિત ધર્મ કરતા અલગ છે અને દેશે ક્યારેય વિવિધ ધર્મો વચ્ચે ભેદભાવ કર્યો નથી. સંઘ વડા મોહન ભાગવત અહીં યુવા ધર્મ સંસદમાં લગભગ 1,700 ઝેન જી સહભાગીઓને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ ખુશ છે કે યુવાનો એવા સમયે ધર્મની ચર્ચા કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેને વૃદ્ધોનો વિષય માને છે. સંઘ વડા મોહન ભાગવતે કહ્યું કે ધર્મ બલિદાન અને દાન દ્વારા ખીલે છે. તેમણે ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવા માટે બલિદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો .
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
