News of Thursday, 1st October 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ગાંધી જયંતિએ મુંબઈમાં CJP દ્વારા વિરોધ પ્રદર્શન : વિપક્ષનું સમર્થન
મુંબઈ પોલીસે આ કાર્યક્રમ માટે પરવાનગી આપી ન હતી. પરિણામે, પાર્ટીએ ‘જેલ ભરો’ આંદોલનની જાહેરાત કરી

મુંબઈ : કોક્રોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે આજે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવશે, જેમાં દિલ્હીના જંતર-મંતર ખાતેના આંદોલનનો પણ સમાવેશ થશે. આવતીકાલે શુક્રવારે, ગાંધી જયંતિના અવસરે મુંબઈમાં મહત્વપૂર્ણ ગતિવિધિઓ જોવા મળી શકે છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ 2 ઓક્ટોબરે મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જોકે પાર્ટીએ શરૂઆતમાં બપોરે 3 વાગ્યે શિવાજી પાર્ક ખાતે પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ મુંબઈ પોલીસે આ કાર્યક્રમ માટે પરવાનગી આપી ન હતી. પરિણામે, પાર્ટીએ ‘જેલ ભરો’ આંદોલનની જાહેરાત કરી છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
