<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ચીને દેશભરમાં લાગુ કર્યો યુનિફોર્મ સિવિલ કોડ

અમેરિકા સહિત વૈશ્વિક માનવ અધિકાર સંગઠનોએ ઉઠાવ્‍યા ગંભીર સવાલો

બેઇજિંગ, તા.૨: જ્‍યારે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને લાંબા સમયથી રાજકીય અને સામાજિક સ્‍તરે મંથન અને ચર્ચાઓ ચાલી રહી છે, ત્‍યારે પાડોશી દેશ ચીને એક ડગલું આગળ વધીને પોતાના દેશમાં આ પ્રકારનો કડક કાયદો સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. ચીની સરકારે ૧ જુલાઈથી દેશભરમાં વંશીય એકતા અને પ્રગતિ પ્રમોશન કાયદો અમલી બનાવ્‍યો છે, જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય તમામ નાગરિકો માટે એક ભાષા, એક દેશ અને એક ઓળખ પ્રસ્‍થાપિત કરવાનો છે. ચીન સરકારના આ આક્રમક પગલાથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને અમેરિકા સહિત વિશ્વના અનેક માનવ અધિકાર સંગઠનો આ કાયદાની આકરી આલોચના કરી રહ્યા છે, કારણ કે આનાથી લઘુમતીઓની ધાર્મિક અને સાંસ્‍કળતિક સ્‍વતંત્રતા જોખમાઈ છે.

ચીન મૂળભૂત રીતે આશરે ૫૬ જેટલા વિવિધ વંશીય જૂથો અને સમુદાયોનું ઘર છે, જેમાં ઉઇગુર, તિબેટીયન અને મોંગોલિયન જેવા મોટા લઘુમતી સમુદાયો સામેલ છે. નવા કાયદા હેઠળ હવે આ તમામ જૂથો માટે પોતાની પરંપરાગત ઓળખ છોડીને સમાન નિયમોનું પાલન કરવું અનિવાર્ય બનશે. આ કાયદો વર્ષ ૧૯૮૪ના પ્રાદેશિક વંશીય સ્‍વાયત્તતા કાયદાને નબળો પાડે છે, જે અગાઉ લઘુમતીઓની ભાષાઓનું રક્ષણ કરતો હતો. હવે પૂર્વશાળા (પ્‍લે-સ્‍કૂલ) થી જ શિક્ષણનું સત્તાવાર માધ્‍યમ માત્ર ચીની ભાષા એટલે કે મેન્‍ડરિન જ રહેશે અને સ્‍થાનિક લઘુમતી ભાષાઓના ઉપયોગ પર મોટા પ્રતિબંધો લાદવામાં આવ્‍યા છે. સરકારી કચેરીઓ, શાળાઓ અને જાહેર સ્‍થળોએ માત્ર ચીની અક્ષરોને જ પ્રાથમિકતા આપવી ફરજિયાત બની ગઈ છે.

આ કાયદાની સૌથી વિવાદાસ્‍પદ કડી એ છે કે હવે શાળાઓ, પરિવારો અને સામાજિક સંગઠનોમાં ચીની રાષ્‍ટ્રીય ઓળખની સાથે પ્રમુખ શી જિનપિંગની વિચારધારાનું શિક્ષણ આપવું પણ કાનૂની રીતે ફરજિયાત રહેશે. ઈતિહાસ, સંસ્‍કળતિ અને ધાર્મિક પ્રવળત્તિઓને પણ કમ્‍યુનિસ્‍ટ પાર્ટીની વિચારસરણી મુજબ જ ચલાવવી પડશે, જ્‍યારે અલગતાવાદ અથવા પોતાના સાંસ્‍કળતિક સંરક્ષણના પ્રયાસોને વિભાજનકારી માનીને કડક સજા કરવામાં આવશે.

(3:00 PM IST)