News of Sunday, 27th September 2026
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની બેઠક: SIRની ડેડલાઇન વધી અને મતદાતાઓને મોટી રાહત
દિલ્હી અને મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ છૂટ, હવે BLO ખુદ ઘરે જઈને એકત્ર કરશે દસ્તાવેજો

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિજય જોશી વચ્ચે શનિવારે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિશેષ સઘન પુનઃક્ષણ (SIR) સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચૂંટણી પંચ દ્વારા નાગરિકોની સુવિધા માટે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના આ નિર્ણયો અનુસાર દિલ્હીમાં દાવા અને આપત્તિઓની નોંધણીની અંતિમ તારીખ 30 ઓક્ટોબર 2026 સુધી લંબાવવામાં આવી છે, જ્યારે તેના નિકાલ અને અંતિમ નિર્ણય માટેની ડેડલાઇન 30 નવેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર માટે દાવા-આપત્તિની તારીખ 12 ઓક્ટોબર 2026 અને નિકાલની અંતિમ તારીખ 10 નવેમ્બર 2026 નિર્ધારિત કરવામાં આવી છે.
આ બેઠકમાં સામાન્ય નાગરિકો માટે એક મોટી રાહતના ભાગરૂપે જો કોઈ વ્યક્તિનું નામ યાદીમાં મેપ ન થઈ શકે તો તેમને હવે સરકારી દફ્તરના ધક્કા ખાવા પડશે નહીં. બૂથ લેવલ ઓફિસર (BLO) પોતે ઘરે-ઘરે જઈને દસ્તાવેજો મેળવશે અને તેને ECI-Net પર અપલોડ કરશે, તેમજ ERO દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિશેષ પરિસ્થિતિઓમાં મતદાતા પોતાના પરિવારના કોઈપણ સભ્યને મોકલી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.
આ પંચની પૂર્વભૂમિકા અને ભૂતકાળની પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્રને પણ સ્પષ્ટ નિર્દેશો અપાયા છે કે રાત્રિના આશ્રયસ્થાનો, ઝૂંપડપટ્ટીના મજૂરો અને બેઘર ગરીબો માટે વિશેષ કેમ્પ અને હેલ્પ ડેસ્ક ગોઠવવામાં આવે જેથી કોઈ પાત્ર મતદાતા યાદીમાંથી બાકી ન રહી જાય.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
