<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

જમશેદપુરમાં રસ્તા પર ઊભેલા ટ્રેલર પાછળ કાર ઘૂસી ગઈ : ઝારખંડનાં મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી સહિત ચારનાં કરુણ મોત: દોમુહાની મરીન ડ્રાઇવ પર વહેલી સવારે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે અકસ્માત સર્જાયો : કારમાં સવાર બે યુવક અને બે યુવતીનાં ઘટનાસ્થળે જ મોત : મૃતદેહો બહાર કાઢવા ગેસ કટરનો ઉપયોગ કરાયો

જમશેદપુર, તા. ૨૪ : ઝારખંડના જમશેદપુરમાં ગુરુવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં રાજ્યનાં ગ્રામીણ વિકાસ મંત્રી દીપિકા પાંડે સિંહની પુત્રી સહિત ચાર યુવાનોનાં કરુણ મોત થયાં છે. મૃતકોમાં બે યુવક અને બે યુવતીનો સમાવેશ થાય છે.

 

પોલીસની પ્રાથમિક માહિતી પ્રમાણે સોનારી પોલીસ મથક વિસ્તારના દોમુહાની મરીન ડ્રાઇવ પર વહેલી સવારે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે કાર માર્ગ પર ઊભેલા ટ્રેલરના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી. ટ્રેલરમાં બુધવાર રાતથી યાંત્રિક ખામી સર્જાઈ હોવાથી તે માર્ગ પર ઊભું રાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

 

ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો અને કાર સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી. કારમાં સવાર ચારેય વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. 

 

મુખ્યમંત્રી હેમંત સોરેને દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે પોતાના સંતાનને ગુમાવવાનું દુઃખ કોઈપણ માતા-પિતા માટે અસહ્ય હોય છે.

(2:23 PM IST)