News of Monday, 16th November 2026
બુલિયન માર્કેટમાં ગાબડાનો દોરઃ ચાંદીમાં વધુ ૬,૦૦૦ અને સોનામાં ૧૬૦૦ રૂા. તૂટયા
ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ૧,૭૧,૦૦૦ અને સોનાના ભાવ ૧,૩૮,૪૦૦ રૂા. થયા

રાજકોટ તા.૧૬: બુલિયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે ગાબડાનો દોર યથાવત રહયો છે. ચાંદીમાં વધુ ૬,૦૦૦ અને સોનામાં ૧૬૦૦ રૂા. તૂટયા છે.
બુલિયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં આજે વધુ ૬,૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. શનિવારે ચાંદી ૧ કિલોના ભાવ ૧,૭૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૭૧,૦૦૦રૂા. થઇ ગયા છે.
ચાંદીની સાથે સોનામાં પણ ૧૬૦૦ રૂા. ઘટયા છે. બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનિક બજારમાં આજે ૧૬૦૦ રૂા. તૂટતા સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૩૮,૪૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૧૬,૦૦૦ રૂા.નું ગાબડુ પડયુ છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ના ભાવ ૧૪,૦૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૩,૮૪,૦૦૦ રૂા. થઇ ગયા છે. વિશ્વ માર્કેટમાં યુધ્ધના કારણે ક્રુડના ભાવ વધતા અને ડોલર ઇન્ડેક્ષ ઉંચકાતા સોના-ચાંદીના ભાવ સતત તૂટી રહયાનું ઝવેર બજારના સુત્રોએ જણાવ્યુ હતું.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
