News of Thursday, 3rd September 2026
એ સંતાન ધન્ય છે જે માતા-પિતાને કાયમ પ્રસન્ન રાખેઃ પૂ.મોરારીબાપુ
કર્ણાટકમાં શ્રી કૃષ્ણ ભગવાનની લીલાભુમિ ઉડૂપીમાં ‘માનસ કૃષ્ણાવતાર' શ્રી રામકથાનું રસપાન

રાજકોટ, તા.૩: શ્રી કૃષ્ણની લીલાભૂમિ એવી ઉડૂપીની ધરતીપર પ્રવાકિત થઇ રહેલી રામકથા ‘માનસ કૃષ્ણાવતાર'ના બીજા દિવસે-ગઇકાલે-પ્રેમસંવાદને આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું હતું કે-સાધુ શું છે? સાધુ એ કોઇ નામ નથી. વિશેષણ નથી, સંજ્ઞા કે ક્રિયાપદ નથી, ભૂત-ભવિષ્ય, ભૂતકૃદંન કે જાતી નથી પણ સાધુ સ્વભાવ છે, સાધુ એ શીલ છે.સનાતનધર્મએ આપણને આઠ વસ્તુઓ આપી છે (૧) ઋત એટલે કે પરમધર્મ(૨) પ્રભાવક ધર્મ આપ્યો છે(૩) વાચિકસત્ય(૪) યજ્ઞ એ સનાતન ધર્મની દેન છે, જપ-દાન પણ ધર્મ છે(૫) પૂર્વ જન્મ અને પુર્ન જન્મ (૬) આત્મબ્રહમની ચર્ચા(૭) પાપનું પ્રાયヘતિ અને (૮) મોક્ષ તિતિક્ષા-એટલે સહન કરવું મહાભારતકારે કહયું છે કે કળિયુગ પુરો થવામાં આવે ત્યારે આ ત્રણ વસ્તુની રૂચિ વધશે.. (૧) માણસને કથામાં કથાશ્રવણની રૂચિ વધશે(૨) સત્ય તરફ રૂચિ વધશે અને (૩) કળિયુગમાં સાધુ તરફ રૂચિ વધશે. કથા શ્રવણ થકી અને સાધુસંગ થકી જગતમાંથી કળિયુગ જાય કે ન જાય પણ મારા જીવનમાંથી કળિયુગ જતો રહેશે. આ મહાભારતમાં લખાયું છે.શ્રી કૃષ્ણ સાથે આઠ-આઠ વસ્તુ જોડાયેલી છે અષ્ટ અંક કૃષ્ણને વિશેષ અભિપ્રેત છે. કૃષ્ણ અષ્ટપ્રહર જાગૃત પરમાત્મા છે જેમાં શેષનારાયણ-લક્ષ્મણજી પણ અષ્ટપ્રહર જાગૃત છે, કૃષ્ણ અષ્ટાવક્રને પણ પસંદ કરે છે, ‘શ્રી કૃષ્ણ શરણ મમ્' એ અષ્ટાક્ષર પણ મંત્ર છે, કૃષ્ણને પટરાણીઓ પણ આઠ છે, એમનો જન્મ પણ અષ્ટમીએ થયો છે. કૃષ્ણને સખાઓ પણ આઠ છે. એના નામો પણ મળે છે... (૧) મધુમંગલ (ર) સુદામા (૩) શ્રીદામા (૪) સુદત (૫) સુપ્રત (૬) અર્જુન (૭) ઉધ્ધવ અને (૮) બલરામ (દાઉદાદા) ભલે બલરામ ભાઇ છે પણ એ કૃષ્ણના સખા છે.પાંચ વસ્તુઓથી પૃથ્વીનો ભાર વધે છે અને એના પ્રમાણ માનસમાં પણ તુલસીજીએ આપ્યા છે (૧) પરદ્રોહથી પૃથ્વીનો બોજ વધે છે. (ર) પરદ્રષ્ટિ- શિકારી દ્વષ્ટિ પણ પૃથ્વી માટે બોજરૂપ છે. માણસ નરવો હોવો જોઇએ, નવરો નહી! એક આંખમાં સ્વીકાર અને બીજી આંખમાં વિકાર. (૩) પરધન- અન્યનુ ધન છળ-કપટથી ખૂંચવી લેવુ એથી પણ પૃથ્વીનો ભાર વધે છે.(૪) પર અપવાદ- બીજાની નિંદા- ઇર્ષા, વાદ- વિખવાદ વગેરે અને (પ) પરધર્મ- આ પાંચ વસ્તુ પૃથ્વીને બોજરૂપ બનાવે છે. એ સંતાન ધન્ય છે જે માતા-પિતાને કાયમ પ્રસન્ન રાખે છે. (મનોજ જોશી ‘‘મજો'' મો.૮૧૪૦૨ ૧૩૧૩૦, મો.૯૪૨૬૨ ૪૨૧૧૫- રાજકોટ)
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
