તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Sunday, 1st November 2026
વિપક્ષની મહારેલીને ભાજપે ગણાવી ‘ઠગબાજોનો મેળો’
દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની રેલી પહેલાં રાજકીય ઘમાસાણ

નવી દિલ્હી: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ સહિત INDIA ગઠબંધન દ્વારા યોજવામાં આવેલી મહારેલીને લઈને ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને રેલીને ‘ઠગબાજોનો મેળો’ ગણાવી છે.
ભાજપે આરોપ લગાવ્યો છે કે વિપક્ષી ગઠબંધન પોતાની રાજકીય જમીન બચાવવા માટે દેશવિરોધી તાકાતોના ઇશારે દેશમાં અફવાઓ અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભાજપે 1 નવેમ્બરના રોજ રેલી યોજવાના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો છે. ભાજપના જણાવ્યા અનુસાર, આ દિવસે 1984ના શીખ વિરોધી રમખાણોની યાદ જોડાયેલી હોવાથી રેલીનું આયોજન શીખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડનારું છે.
આ મુદ્દે ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
