<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ઘરેલુ LPG ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર: હવે સિલિન્ડર રીફિલ માટે ૪૫ દિવસની લાંબી રાહ જોવી નહીં પડે!

પેટ્રોલિયમ મંત્રાલયે ઈન્ટર-રીફિલ બુકિંગ ગેપ ઘટાડી ૨૫ દિવસ કર્યો: ગ્રામીણ અને શહેરી બંને ગ્રાહકોને મળશે સરખો લાભ

નવી દિલ્હી : દેશના લાખો ઘરેલુ એલપીજી (LPG) ગ્રાહકો માટે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહકો માટે બે ગેસ સિલિન્ડર વચ્ચેનો બુકિંગનો સમયાંતરે 'ઈન્ટર-રીફિલ બુકિંગ ગેપ' ૪૫ દિવસથી ઘટાડીને હવે ૨૫ દિવસ કરી દેવામાં આવ્યો છે. આ નવા નિયમ બાદ ગ્રાહકો અગાઉનું બુકિંગ કરાવી લીધાના ૨૫ દિવસ પછી જ પોતાનો આગામી સિલિન્ડર બુક કરાવી શકશે. આ બદલાયેલો નિયમ દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના ઘરેલુ ગ્રાહકોને સમાન રીતે લાગુ પડશે.

મોટા પરિવારો અને ગ્રામીણ ગ્રાહકોને થશે સૌથી મોટો ફાયદો
અગાઉ લાગુ કરાયેલા ૪૫ દિવસના બુકિંગ ગેપના નિયમના કારણે જે ઘરોમાં અથવા સંયુક્ત પરિવારોમાં ગેસનો વપરાશ વધુ હતો અને સિલિન્ડર વહેલો પૂરો થઈ જતો હતો, તેમને નવો સિલિન્ડર મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો માટે આ ૪૫ દિવસનો ગાળો ભારે અગવડતા ઊભી કરતો હતો. હવે ૨૫ દિવસનો એકસમાન નિયમ લાગુ થવાથી ગ્રામીણ અને શહેરી ગ્રાહકો વચ્ચેનો તફાવત નાબૂદ થશે અને તેમને પોતાની જરૂરિયાત મુજબ સરળતાથી સિલિન્ડર બુક કરવાની સુવિધા મળશે.

(6:57 PM IST)