<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ઉત્તરાખંડમાં કોંગ્રેસને મોટો ફટકો: વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી રમેશ ચંદ્ર ઉનિયાલે ૪૦ વર્ષના છેડા ફાડ્યા

સંગઠનમાં આંતરિક સંવાદ અને કાર્યકર્તાઓની ભાગીદારીનો અભાવ હોવાના ગંભીર આક્ષેપો સાથે પક્ષના પ્રાથમિક સભ્યપદ અને તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું

ઋષિકેશ : ઉત્તરાખંડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રાજ્યમંત્રી તેમજ મુનિકિરેતીના રહેવાસી રમેશ ચંદ્ર ઉનિયાલે પક્ષ સાથેના ચાર દાયકા એટલે કે ૪૦ વર્ષ જૂના સંબંધો તોડી નાખતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ અને તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.

પોતાનું રાજીનામું આપતી વખતે તેમણે જાહેર કરેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી તેમને એવું અનુભવાઈ રહ્યું છે કે સંગઠનની અંદર વાતચીત તેમજ કાર્યકર્તાઓની ભાગીદારીના મુદ્દે ગંભીર પડકારો અને ખામીઓ પ્રવર્તી રહી છે.

વર્ષો સુધી પક્ષની સાથે વફાદારીપૂર્વક કામ કરનાર નેતા દ્વારા આ પ્રકારે જાહેરમાં અસંતોષ વ્યક્ત કરીને છેડો ફાડી દેવાને કારણે પ્રદેશ કોંગ્રેસ સંગઠનની કામગીરી અને આંતરિક સંકલન સામે મોટા સવાલો ઊભા થયા છે.

આ અચાનક અને મોટા રાજીનામાના પગલે રાજકીય બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે, ત્યારે આગામી સમયમાં પક્ષ દ્વારા તેમને મનાવવાના પ્રયાસો થાય છે કે તેઓ અન્ય કોઈ રાજકીય પક્ષનો હાથ પકડે છે તેના પર સૌની નજર રહેશે.

(1:02 PM IST)