તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 21st July 2026
શનિવારથી માંગલિક કાર્યો પર બ્રેકઃ ૪ મહિના નહીં થાય શુભ કાર્યો
હિન્દુ ધર્મમાં ૨૫ જુલાઈ ૨૦૨૬, શનિવારથી ચાતુર્માસની શરૂઆત થઈ રહી છે. દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા હોવાથી ૧૯ નવેમ્બર ૨૦૨૬ સુધી લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે ચાર મહિના ભક્તિ, જપ-તપ અને દાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છેઃ દેવઉઠી એકાદશી બાદ ફરીથી શુભ કાર્યો શરૂ થશે

ઉજ્જૈન,તા.૨૧: હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તેના પહેલા આવતી આષાઢ સુદ એકાદશીનું ખાસ ધાર્મિક મહત્વ છે. આ જ દિવસથી ચાર મહિના સુધી ચાલનારા ચાતુર્માસની શરૂઆત થાય છે. આ વર્ષે ચાતુર્માસ ૨૫ જુલાઈથી શરૂ થશે. ધાર્મિક માન્યતા છે કે દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં જાય છે અને દેવઉઠી એકાદશીએ જાગે છે. આ જ કારણથી આ સમયગાળામાં લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન અને અન્ય માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ ચાર મહિનાને જ ચાતુર્માસ કહેવામાં આવે છે. આખરે તેની પૌરાણિક કથા શું છે અને તેનું આધ્યાત્મિક મહત્વ શા માટે માનવામાં આવે છે, આવો ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય આનંદ ભારદ્વાજ પાસેથી જાણીએ. વૈદિક પંચાંગ મુજબ, ચાતુર્માસની શરૂઆત આષાઢ સુદ દેવશયની એકાદશીથી થાય છે. વર્ષ ૨૦૨૬માં દેવશયની એકાદશીનું વ્રત ૨૫ જુલાઈ, શનિવારના રોજ રાખવામાં આવશે. આ જ દિવસથી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જશે અને ચાતુર્માસનો આરંભ માનવામાં આવશે. ચાતુર્માસનો સમાપન કાર્તિક સુદ દેવઉઠી એકાદશીએ થશે. આ વર્ષે દેવઉઠી એકાદશી ૨૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ આવશે, એટલે કે ૨૫ જુલાઈથી ૧૯ નવેમ્બર ૨૦૨૬ સુધી ચાતુર્માસ રહેશે. ધાર્મિક માન્યતા છે કે દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રા ધારણ કરે છે, જે ચાતુર્માસની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ ચાર મહિનાના સમયગાળામાં સૃષ્ટિના સંચાલનની જવાબદારી ભગવાન શિવ નિભાવે છે. આ જ કારણથી લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, જનોઈ અને અન્ય માંગલિક કાર્યોને આ દરમિયાન ટાળવાની પરંપરા છે. શ્રદ્ધાળુઓ આ ચાર મહિનામાં પૂજા, જપ, તપ, વ્રત, દાન અને ભગવાનની ભક્તિ પર વિશેષ ધ્યાન આપે છે. દેવઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુના જાગરણ સાથે જ શુભ અને માંગલિક કાર્યોનો સિલસિલો ફરીથી શરૂ થાય છે. જ્યોતિષીય માન્યતાઓ મુજબ, ચાતુર્માસ માત્ર ધાર્મિક લ્લષ્ટિએ જ નહીં પરંતુ ગ્રહોની સ્થિતિના કારણે પણ ખાસ મહત્વ ધરાવે છે. આ દરમિયાન સુખ, ઐશ્વર્ય અને દાંપત્ય જીવનના કારક શુક્ર ગ્રહ અને જ્ઞાન, ધર્મ અને શુભ ફળ આપનાર દેવગુરુ બૃહસ્પતિ અસ્ત અવસ્થામાં રહે છે. માનવામાં આવે છે કે આ બંને શુભ ગ્રહોના પ્રભાવમાં ઘટાડો આવવાથી લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન અને અન્ય માંગલિક કાર્યો માટે આ સમય અનુકૂળ નથી રહેતો, તેથી ચાતુર્માસ પૂરો થયા બાદ જ શુભ અને માંગલિક કાર્યો કરવાની પરંપરા માનવામાં આવે છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
