<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ગુલમર્ગમાં એશિયાની સૌથી ઊંચી અને પ્રખ્યાત કેબલ કાર "ગંડોલા"ની સેવા ઠપ થતા કરોડોનું નુકસાન, પ્રવાસન ઉદ્યોગમાં ચિંતાનું મોજું

શ્રીનગર: ગુલમર્ગમાં એશિયાની સૌથી ઊંચી અને પ્રખ્યાત કેબલ કાર સેવા 'ગંડોલા' તા. ૨૫ મેથી ટેકનિકલ ખામીના કારણે બંધ છે. આ સેવા ૮ જૂન સુધી સ્થગિત રહેવાની જાહેરાત કરાતા પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. દૈનિક આશરે ૩,૦૦૦ પ્રવાસીઓ પર નિર્ભર હોટલ, ટેક્સી અને સ્થાનિક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 

 

ગંડોલા સેવા બંધ રહેવાથી અંદાજે ૪.૫ કરોડ રૂપિયાથી વધુનું માત્ર ટિકિટ આવકનું નુકસાન થવાની ભીતિ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ૩૦૦ પ્રવાસીઓ વચ્ચે હવામાં ફસાયા હતા, ત્યારબાદ સુરક્ષા માટે સેવા રોકી દેવાઈ છે. જોકે ઈદના તહેવાર દરમિયાન સ્થાનિક પ્રવાસીઓની હાજરીથી વેપારીઓને આંશિક રાહત મળી હતી, પરંતુ પ્રવાસન મોસમમાં આ લાંબી બંધી આર્થિક કરોડરજ્જુ તોડી રહી છે. 

 

વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી પ્રવાસીઓ ફરી સુરક્ષિત રીતે ગંડોલાનો આનંદ માણી શકે.

(1:29 PM IST)