News of Wednesday, 7th October 2026
સ્વર્ગીય કાકા સપનામાં આવતા હોવાથી અમેરિકન ભાઈએ કાશી આવીને અસ્થિ વિસર્જન-પિંડદાન કર્યું

કાશી,તા.૭: પિતૃપક્ષમાં લાખો લોકો ઉત્તર પ્રદેશના કાશીમાં પોતાના પ્રિયજનો માટે તર્પણ કરવા માટે આવી રહ્યા છે. જોકે અમેરિકાથી જેક્સન નામના ભાઈ પણ યુટ્યુબ પર આ વિધિ જોઈને કાશી આવ્યા હતા. કાશીના અસ્સી ઘાટ પર જેક્સને તેના કાકા નેટનું પિડદાન કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમનાં અસ્થિનું વિસર્જન કર્યું હતું. મિશિગનમાં રહેતો જેક્સન છેક અમેરિકાથી કેમ પિડદાન માટે આવ્યો? એ સવાલનો જવાબ બહુ રસપ્રદ છે. તે કહે છે, ‘હું એક રેસ્ટોરાંમાં કામ કરું છું. હું મારા કાકા સાથે રહેતો હતો. મારા કાકાને ભારતીય સંસ્કૃતિમાં ઊંડી શ્રદ્ધા હતી. તેમને ભારતની ધાર્મિક નગરીઓ કાશી અને મથુરા પ્રત્યે ઊંડી આસ્થા હતી. તેમની છેલ્લી ઇચ્છા હતી કે તેમનાં અસ્થિ ગંગામાં વિસર્જિત કરવામાં આવે, જે મુક્તિ આપતી નદી છે. ૩ વર્ષ પહેલાં ૫૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી થોડા દિવસ સુધી બધું સામાન્ય રહ્યું. પછી તેઓ દરરોજ મારા સપનામાં દેખાવા લાગ્યા. હું કંઈ સમજી શક્યો નહીં. એ પછી મેં સોશ્યલ મીડિયા પર કાશી વિશેના ઘણા વિડિયો જોયા. એમાં મને અસ્થિ-વિસર્જન અને પિડદાન વિશે માહિતી મળી. હું અમેરિકાથી બીજી ઑક્ટોબરે ભારત પહોંચ્યો હતો અને કાકાની પિડદાન વિધિ કરાવી હતી.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
