તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Thursday, 29th October 2026
જીએસટી કાઉન્સિલની ભલામણો અંગે મુંબઈમાં મહત્વપૂર્ણ વેબિનાર યોજાયો
ડીજીટીએસ અને બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટીનું સંયુક્ત આયોજન : કરદાતાઓની સમસ્યાઓના નિવારણ અને કરવેરા અનુપાલન સરળ બનાવવા ઉપર ભાર

(કેતન ખત્રી દ્વારા) : અમદાવાદ : ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસિસ (ડીજીટીએસ)ના મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટી (બીસીએએસ)ના સહયોગથી જીએસટી કાઉન્સિલની ભલામણો અંગે મહત્વપૂર્ણ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) હેઠળ કાર્યરત ડીજીટીએસ કરદાતાઓને વિવિધ સેવાઓ પૂરી પાડવા, કરવેરા અંગે શિક્ષણ અને જાગૃતિ વધારવા, હિતધારકો સાથે સંવાદ સ્થાપિત કરવા, પ્રતિસાદ મેળવવા તથા ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યરત છે.
વેબિનારમાં બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટીના પ્રમુખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કિંજલ શાહે સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે જીએસટીના માળખામાં સમયાંતરે થતા ફેરફારોને યોગ્ય રીતે સમજવા માટે વ્યાવસાયિક સંવાદ અને જ્ઞાનની આપ-લે અત્યંત જરૂરી છે.
તેમણે કરવેરા અનુપાલનની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા તથા જીએસટી સંબંધિત સમસ્યાઓનું અસરકારક નિવારણ લાવવા માટે વ્યાવસાયિક સંસ્થાઓ, કરવેરા વહીવટીતંત્ર અને કરદાતાઓ વચ્ચે મજબૂત સહયોગની આવશ્યકતા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.
આ પ્રકારના સંવાદ દ્વારા જીએસટી સંબંધિત નવી ભલામણો અને ફેરફારો અંગે જાગૃતિ વધારવાની સાથે કરદાતાઓ તથા કરવેરા વહીવટીતંત્ર વચ્ચે વધુ અસરકારક સંકલન સ્થાપિત કરવાના મહત્ત્વ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
