News of Tuesday, 21st April 2026
૧૧ વર્ષના બાળકની હત્યા કરી વાદળી ડ્રમમાં લાશ ભરી દીધી
પાડોશી બન્યો હેવાનઃ બાળકના પિતાને પણ આપી હતી ધમકી

સતનાત,તા.૨૧: મધ્ય પ્રદેશના સતનાના કોલગાંવા વિસ્તારમાંથી એક એવા સમાચાર આવ્યા છે, જેણે આખા શહેરને હચમચાવી નાખ્યું છે. અહીંની બેન્ક કોલોનીમાં એક ૧૧ વર્ષના માસૂમની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા બાદ આરોપીની લાશને છુપાવવા માટે વાદળી રંગના પ્લાસ્ટિકના ડ્રમમાં નાખી દીધી હતી. પોલીસે બાળકની લાશને લોહીથી લથબથ હાલતમાં કબજે કરી લીધી છે.
બાળકની ઓળખ શિવરાજ રઝક (૧૧) તરીકે થઈ છે. તે રમેશ રઝકનો પુત્ર હતો. શિવરાજનો પરિવાર મૂળ સભાપુરના નયાગાંવ વિસ્તારનો રહેવાસી છે. કામના અર્થે પરિવાર સતનાની બેન્ક કોલોનીમાં સંતોષ વિશ્વકર્માના મકાનમાં ભાડે રહેતો હતો. પિતા રમેશ બસ સ્ટેન્ડ પાસે લારી લગાવી પરિવારનું ભરણપોષણ કરતા હતા.
આ ખતરનાક ઘટનાનો મુખ્ય આરોપી મથુરા નામનો વ્યક્તિ છે. મથુરા પણ એ જ મકાનમાં ભાડે રહેતો હતો અને શિવરાજના પરિવારનો પાડોશી હતો. જાણકારી અનુસાર, આરોપી મથુરા કેટલાય વર્ષોથી શિવરાજની માતાને હેરાન કરતો હતો. તે તેની સાથે છેડતી કરતો હતો અને તેના પર લગ્નનું પ્રેશર બનાવી રહ્યો હતો. માસૂમના માતા-પિતા મથુરાની આ હરકતથી ખૂબ જ કંટાળી ગયા હતા અને તેને જરા પણ પસંદ નહોતા કરતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ હત્યાકાંડની ભૂમિકા એક દિવસ પહેલા તૈયાર થઈ હતી. રવિવારે આરોપી મથુરાને શિવરાજના પિતા રમેશ સાથે ઝઘડો થયો હતો. તે સમયે મથુરાએ રમેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સોમવાર બપોરે અચાનક ૧૧ વર્ષનો શિવરાજ ગુમ થઈ ગયો. જ્યારે લાંબા સમય સુધી તે ઘરે પરત ન ફર્યો, તો પરિવારે તેની શોધખોળ હાથ ધરી. જાણવા મળ્યું કે, શિવરાજને છેલ્લે આરોપી મથુરા સાથે જોવા મળ્યો હતો.
દીકરો ગાયબ થવા અને મથુરા પર શંકા હોવાના કારણે પરિવારે તરત કોલગાંવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી તથા મથુરા પર અપહરણની શંકા વ્યક્ત કરી. પોલીસે તપાસ માટે આરોપીના ઘરે પહોંચી, ત્યાં તાળું લટકતું હતું. શંકા વધતા પોલીસે તાળું તોડી ઘરની અંદર તલાશી લીધી.
રૂમની અંદરનો નજારો જોઈ પોલીસ અને પરિવારના હોશ ઉડી ગયા. માસૂમ શિવરાજની લોહીથી લથબથ હાલતમાં લાશ એક વાદળી રંગના ડ્રમમાં પડી હતી. હત્યારાએ કોઈ ધારદાર હથિયારથી ઘા કરી બાળકનો જીવ લઈ લીધો. કોલગાંવા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો હાથ ધર્યા. આખી કોલોનીમાં માતમ અને ડરનો માહોલ છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
