News of Monday, 9th November 2026
દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર એક્શન મોડમાં: રિંગ રોડ અને વિજ્ઞાન ભવન વિસ્તારમાં પાણીનો છંટકાવ
રસ્તાઓ પર ધૂળના રજકણો અને હવામાં ઉડતા પ્રદૂષકોને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા વોટર સ્પ્રિન્કલર વાહનો તૈનાત

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચતા જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. દિલ્હીના રિંગ રોડ અને વિજ્ઞાન ભવન વિસ્તારમાં હવાની ગુણવત્તા સુધારવા માટે વોટર સ્પ્રિન્કલર દ્વારા પાણીનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે. રસ્તાઓ પર ધૂળના રજકણો અને હવામાં ઉડતા પ્રદૂષકોને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા વોટર સ્પ્રિન્કલર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. વિજ્ઞાન ભવન આસપાસથી પ્રદૂષણની જોવા મળતા વોટર સ્પ્રિન્ટરથી પાણીનો છંટકાવ કરાયો હતો..જેથી દિવાળી બાદ સર્જાયેલા ગંભીર પ્રદૂષણ સામે થોડી રાહત મળી શકે..
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
