તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 14th July 2026
સગીરા પાર્ટનર સાથે ભાગે પછી કહેવાતી આબરૂ માટે પોક્સો લગાવાય છેઃ સુપ્રીમ
સંમતિથી સંબંધોમાં પોક્સોના ઉપયોગ મુદ્દે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી : કોઈને મરજીથી ઘરેથી જતા સરકાર રોકી શકે? આવા કેસોમાં પણ પોક્સો કેમ લગાવાય છેઃ સુપ્રીમનો કેન્દ્રને સવાલ

નવી દિલ્હી,તા.૧૪: સુપ્રિમ કોર્ટે ફરી એક વખત સેક્સુઅલ રિલેશનશિપમાં સામેલ કિશોરો એટલે કે ૧૮ વર્ષથી ઓછી વયના લોકો સાથે જોડાયેલા પોક્સોના મામલાને લઈને સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. વી. નાગરત્નાની બેંચે એક મામલાની સુનાવણી કરતા કહ્યું હતું કે ૧૫થી ૧૮ વર્ષની વયના યુવક-યુવતી એકબીજાની સંમતિથી સંબંધ બાંધતા હોય અને જો બાદમાં યુવતી ઘરેથી ભાગી જાય તો બાદમાં માતા પિતા કહેવાતી આબરુ બચાવવા માટે પોક્સો કાયદાનો સહારો લે છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને આ. મહાદેવનની બેંચે કહ્યું હતું કે જ્યારે સગીરા પોતાના પાર્ટનર સાથે મરજીથી ઘરેથી ભાગી જાય છે ત્યારે માતા પિતા પોતાની કહેવાતી આબરુ બચાવવા માટે ગુનાહિત કાર્યવાહીનો સહારો લે છે અને પોક્સોનો કેસ કરાવતા હોય છે. સરકાર સગીરોને ઘરેથી જતા કેવી રીતે રોકી શકે? ૧૫થી ૧૮ વર્ષની ઉંમર અત્યંત સંવેદનશીલ હોય છે અને આ સમયે જ પ્રયોગો થતા હોય છે. એવામાં સવાલ એ થાય છે કે સંમતિથી બાંધેલા સંબંધોમાં પોક્સો કેસ બની શકે ખરો?
આ પહેલા કલકત્તા હાઈકોર્ટે સગીરાઓને શારીરિક ઇચ્છા પર કાબુ રાખવાની સલાહ આપી હતી, જેને લઈને ભારે વિવાદ થયો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ ચુકાદાની સુઓમોટો દ્વારા સુનાવણી હાથ ધરી હતી અને જે અવલોકન કરવામાં આવ્યું હતું તેની ટિકા કરી હતી. આ મામલે હાલ સુપ્રીમ કોર્ટમા ફરી સુનાવણી થઈ હતી, સુપ્રીમે સવાલ કર્યો હતો કે શું આ મામલો ઘરેથી ભાગી જવાનો હતો? જવાબમાં વકીલે કહ્યું હતું કે સગીરા પોતાની મરજીથી સંબંધમાં રહી હતી, માતા પિતા દ્વારા યુવક સામે પોક્સો કેસ કરાયો હતો. સુપ્રીમે બાદમાં અવલોકન કર્યું હતું કે ૧૬થી ૧૮ વર્ષની વયમાં સંબંધમાં બંધાય છે, જો સગીરા ઘરેથી ભાગી જાય તો પોતાની કહેવાતી આબરુ બચાવવા માતા પિતા પોક્સોનો સહારો લે છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
