News of Thursday, 17th September 2026
અભિનેતા અનંતનાગને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે
પાંચ દશકમાં વિવિધ ભાષાઓમાં ૨૫૦થી વધુ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કરનારા

નવી દિલ્હી, તા.૧૭: પીઢ અભિનેતા અનંત નાગને વર્ષ ૨૦૨૪ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે તેવું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ બુધવારે જણાવ્યું હતું. તેમણે વિવિધ હિન્દી અને કન્નડ ફિલ્મોમાં પ્રભાવશાળી અભિનય કર્યો હતો. ‘મિન્ચીના ઓટા' (કન્નડ) હંસગીથે (કન્નડ), અંકુર (હિન્દી) અને મંથન (હિન્દી) જેવી ક્લાસિક ફિલ્મોમાં અનંત નાગે અભિનય કર્યો હતો.
છેલ્લા પાંચ દશકના સમયગાળામાં ટ્ટ અનંત નાગે વિવિધ ભાષાઓમાં ૨૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ૨૨મી સપ્ટેમ્બરે ગુજરાતમાં યોજાનારા નેશનલ ફિલ્મ એવોર્ડસ સમારંભમાં ૭૮ વર્ષીય અભિનેતાને એવોર્ડ અપાશે. ભારતીય સિનેમામાં આ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત નાગને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે દશકોથી તેમના સહજ અભિનય, નોંધપાત્ર વૈવિધ્યતા અને ઉત્કૃષ્ટ અભિનયે ભારતીય સિનેમા વિશેષ કરીને કન્નડ સિનેમા પર ઊંડી છાપ છોડી છે. તેમણે જે પણ ભૂમિકા ભજવી છે તેમાં દુર્લભ ઊંડાણ અને વાસ્તવિક્તા જોઈ શકાય છે
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
