News of Sunday, 8th November 2026
અમેરિકન પોલિટિક્સમાં હડકંપ: રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટિક સાંસદો સામે DOJ તપાસના આપ્યા આદેશ
વરિષ્ઠ અધિકારીઓ અને રિપબ્લિકન દાતાઓને જેલ તેમજ મહાભિયોગની ધમકી આપવાનો ગંભીર આરોપ; વ્હાઇટ હાઉસના આ કડક પગલાથી રાજકીય માહોલ ગરમાયો.

વોશિંગ્ટન: અમેરિકાના રાજકારણમાં એક નવો અને મોટો વિવાદ પેદા થયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ન્યાય વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ - DOJ)ને ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પના આ આદેશને કારણે અમેરિકન રાજકીય ગલીઓમાં ખળભળાટ મચી ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક સાંસદો સામે આક્રમક વલણ અપનાવતા આક્ષેપ કર્યો છે કે આ નેતાઓ સત્તાનો દૂરઉપયોગ કરી રહ્યા છે. તેઓ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, રિપબ્લિકન પાર્ટીના આર્થિક સહયોગીઓ (ડૉનર્સ) અને રાજકીય સમર્થકોને સતત ડરાવી-ધમકાવી રહ્યા છે.
ટ્રમ્પના દાવા મુજબ, ડેમોક્રેટિક સાંસદો દ્વારા આ તમામ લોકોને ખોટા કાનૂની મુકદમાઓમાં ફસાવવાની, સંસદમાં મહાભિયોગ લાવવાની અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે, જે કોઈપણ ભ્લગે સાંખી શકાય તેમ નથી.
અમેરિકન પ્રમુખના આ આદેશ બાદ દેશમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી સમયમાં ન્યાય વિભાગ આ મામલે શું એક્શન લે છે અને ડેમોક્રેટિક પાર્ટી આ આક્રમક વલણ સામે શું વળતો જવાબ આપે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
