<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

૯ વર્ષના બાળકે પપ્‍પાની કંપનીના કાર્ડ પરથી યુટયુબ પાછળ ૧.૧૨ કરોડ રૂપિયા ખર્ચી નાખ્‍યા

ન્‍યૂયોર્ક તા.૨૧: અમેરિકામાં ૯ વર્ષના માઇક નામના બાળકે પોતાની યુટ્‍યુબ ચેનલ પર વ્‍યુઝ વધારવાની લાયમાં પપ્‍પાના કોર્પોરેટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક વાર નહીં, અનેક વાર કરી લીધો અને કુલ ૧,૧૮,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૧.૧૨ કરોડ રૂપિયા ખર્ચી નાખ્‍યા હતા. માઇકે માઇક્રાફટ અને રોબ્‍લોક્‍સ નામની ગેમના વિડિયો અપલોડ કર્યા હતા. શરૂઆતમાં આ વિડિયોઝને વ્‍યુઝ ન મળતાં તેના ફાધર ડેવે યુટ્‍યુબ એડ્‍સ આપીને કઈ રીતે પેઇડ કેમ્‍પેઇન ચલાવવું એ શીખવ્‍યું હતું. જોકે ડેવભાઈ દીકરાને ઍડ્‍વર્ટાઇઝમેન્‍ટમાં બજેટિગ રાખવું જોઈએ એ સમજાવવાનું ભૂલી ગયા એટલું જ નહીં, તેમના ક્રેડિટ કાર્ડની વિગતો પણ એમાં સેવ કરેલી રાખી હતી. માઇકને એક વાર ઍડ્‍સમાંથી વ્‍યુઝ મેળવવાનો રસ્‍તો મળતાં તેણે સતત ૩ વીક સુધી ઍડ્‍સ વાપર્યા જ કરી. તેને હતું કે વધુ જાહેરાત આપવાથી વધુ લોકો વિડિયો જોશે, પણ એનું લોજિક કામ ન લાગ્‍યું. ૩ અઠવાડિયાં પછી જ્‍યારે ડેવને મસમોટું ક્રેડિટ કાર્ડનું બિલ મળ્‍યું ત્‍યારે તેણે પહેલાં તો કંપનીની ફાઇનેન્‍સ ટીમને બોલાવીને હિસાબ માગ્‍યો. એ હિસાબમાં ખબર પડી કે કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ પોતાના જ દીકરાએ યુટ્‍યુબ પાછળ કરી નાખ્‍યો છે. ડેવને ચિતા છે કે આ પૈસા કંપનીને તેણે ચૂકવવા પડશે અને જો એ નહીં ચૂકવે તો તેની નોકરી જોખમમાં મુકાશે.

(10:21 AM IST)