News of Thursday, 14th May 2026
ભારતમાં ૮૦% વસ્તી વિટામિન-ડી ની ઉણપથી પીડાય છે: ઉંમર પ્રમાણે જાણો યોગ્ય ડોઝ
શું તમે યોગ્ય માત્રામાં વિટામિન-ડી લઈ રહ્યા છો? આ પાંચ ખોરાકથી કરો ઉણપ દૂર

નવી દિલ્હી: શું તમે જાણો છો કે ભારતની લગભગ ૮૦% વસ્તી વિટામિન-ડી ની ઉણપથી ઝઝૂમી રહી છે? આજની દોડધામ ભરેલી જીવનશૈલી અને સૂર્યપ્રકાશથી વધતું અંતર આ સમસ્યાનું મુખ્ય કારણ છે. શરીરમાં વિટામિન-ડી ની ઉણપને દૂર કરવા માટે દરરોજ તેની યોગ્ય માત્રા લેવી ખૂબ જ જરૂરી છે. વિટામિન-ડી ની ઉણપથી હાડકાં અને પીઠમાં દુખાવો થાય છે, પૂરી ઊંઘ લેવા છતાં સતત થાક લાગે છે, અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે વારંવાર બીમાર પડવાની સમસ્યા રહે છે.
ઉંમર પ્રમાણે વિટામિન-ડી ની જરૂરિયાત (આઈયુ - ઇન્ટરનેશનલ યુનિટમાં):
* નવજાત શિશુ (૦ થી ૧ વર્ષ): નાના બાળકોને દરરોજ લગભગ ૪૦૦ આઈયુ વિટામિન-ડી ની જરૂર પડે છે.
* બાળકો અને પુખ્ત વયના લોકો (૧ થી ૭૦ વર્ષ): આ ઉંમરના પુરુષો, મહિલાઓ અને બાળકોએ દરરોજ લગભગ ૬૦૦ આઈયુ વિટામિન-ડી લેવું જોઈએ.
* વૃદ્ધો (૭૦ વર્ષથી વધુ ઉંમરના): ઉંમર વધવાની સાથે શરીરની વિટામિન ગ્રહણ કરવાની ક્ષમતા ઘટી જાય છે, તેથી તેમને વધુ માત્રામાં એટલે કે લગભગ ૮૦૦ આઈયુ વિટામિન-ડી ની જરૂર પડે છે.
વિટામિન-ડી વધારવા માટેનો આહાર અને સ્ત્રોત:
વિટામિન-ડી નો સૌથી શ્રેષ્ઠ અને કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, પરંતુ કેટલાક ખોરાક પણ તેની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે:
૧. મશરૂમ: આ એકમાત્ર છોડ આધારિત સ્ત્રોત છે જેમાં કુદરતી રીતે વિટામિન-ડી જોવા મળે છે.
૨. સૅલ્મન માછલી: જે લોકો માંસાહાર કે સી-ફૂડ ખાય છે તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે ત્થા ઈંડાની જરદી (પીળો ભાગ) વિટામિન-ડી નો સારો સ્ત્રોત છે.
૩. ડેરી ઉત્પાદનો: દૂધ, ચીઝ અને પનીર જેવી વસ્તુઓ ખાવાથી પણ શરીરમાં વિટામિન-ડી નું પ્રમાણ વધે છે.
૪. લીલા વટાણા: લીલા વટાણાને પણ તમારા દૈનિક આહારમાં સામેલ કરીને યોગ્ય પોષણ મેળવી શકાય છે.
આમ, સવારનો કુમળો તડકો અને યોગ્ય આહાર લેવાથી વિટામિન-ડી ની ઉણપથી બચી શકાય છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
