<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

બિશ્કેકમાં 'મોદી-પુતિન મેજિક': ગળે મળ્યા, એક જ કારમાં સવાર થયા અને ચીન-પાકિસ્તાનના બ્લડ પ્રેશર વધ્યા!

SCO સમિટ દરમિયાન પીએમ મોદી અને પુતિન વચ્ચેની ગરમજોશીભરી કેમિસ્ટ્રી અને "કાર ડિપ્લોમસી" એ વૈશ્વિક રાજકારણમાં મોટો ધડાકો કર્યો

નવી દિલ્હી  : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત SCO સમિટ દરમિયાન વૈશ્વિક રાજકારણની એક એવી તસવીર સામે આવી છે, જેણે પશ્ચિમી દેશો સહિત ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. અલા-આર્ચા સ્ટેટ નિવાસસ્થાન ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈને ઊભા હતા. પીએમ મોદી જેવા નજીક પહોંચ્યા કે તરત જ પુતિને આગળ વધીને તેમને ઉષ્માભેર ગળે લગાવી લીધા હતા. બે મહાનતા ધરાવતા દેશોના શક્તિશાળી નેતાઓ વચ્ચેની આ આત્મીયતા માત્ર એક ઔપચારિક રાજદ્વારી મુલાકાત નહોતી, પરંતુ ભારત અને રશિયા વચ્ચેની સમયની કસોટી પર ખરી ઊતરેલી અજેય મિત્રતાનો જીવંત પુરાવો હતી.

દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન બંને નેતાઓની બોડી લેંગ્વેજ અત્યંત આત્મવિશ્વાસપૂર્ણ અને હળવાશભરી જોવા મળી હતી. રાષ્ટ્રપતિ પુતિને ખુલ્લા મનથી સ્વીકાર્યું કે પીએમ મોદીના વ્યક્તિગત પ્રયાસો અને વિઝનને કારણે જ ભારત-રશિયા સંબંધો આજે નવી ઊંચાઈઓ આંબી રહ્યા છે. તેમણે વૈશ્વિક દબાણો અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં રશિયા સાથે મજબૂત વ્યૂહાત્મક અને વેપારી સંબંધો જાળવી રાખવા બદલ ભારતનો આભાર માન્યો હતો. જ્યારે બંને નેતાઓ બેઠક હોલમાં ખભેથી ખભો મિલાવીને પ્રવેશ્યા, ત્યારે સમગ્ર વિશ્વમાં એક સ્પષ્ટ સંદેશ ગયો કે આ દોસ્તીને તોડવી અશક્ય છે.

આ મુલાકાતનો સૌથી ચર્ચિત અને રોમાંચક ક્ષણ ત્યારે આવ્યો જ્યારે દ્વિપક્ષીય બેઠક પૂરી થયા બાદ બંને નેતાઓ "નોમાડ ગેમ્સ"ના ઉદ્ઘાટન સમારોહમાં જવા માટે નીકળ્યા. અલગ-અલગ પ્રોટોકોલ વાહનોનો ઉપયોગ કરવાને બદલે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન એક જ કારમાં સવાર થઈને રવાના થયા હતા. આ માસ્ટરસ્ટ્રોક "કાર ડિપ્લોમસી" એ સાબિત કરી દીધું કે ભારત અને રશિયા વચ્ચે માત્ર સરકારી કરારો જ નહીં, પરંતુ ગાઢ વ્યક્તિગત સંબંધો પણ છે. બિશ્કેકના મંચ પરથી બન્ને નેતાઓનો આ પાવર શો જોઈને ચીન અને પાકિસ્તાનની રાજદ્વારી ખેમામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

(10:16 PM IST)