તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Wednesday, 12th August 2026
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની ગતિ ધીમી પડી: જુલાઈમાં આંતરપ્રવાહ ૧૫ ટકા ઘટીને રૂ. ૨૪,૬૯૭ કરોડ થયો!
નાના અને મધ્યમ ફંડો પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ યથાવત; મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ AUM વધીને રૂ. ૮૫.૭૬ લાખ કરોડની નવી ઊંચાઈએ પહોંચી.

નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં ઉતાર-ચડાવ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના વલણમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. ઔદ્યોગિક સંગઠન 'એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા' (AMFI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ગત જુલાઈ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં ચોખ્ખો આંતરપ્રવાહ (Inflow) માસિક ધોરણે ૧૫ ટકા ઘટીને રૂ. ૨૪,૬૯૭ કરોડ નોંધાયો છે. આ પૂર્વે જૂન મહિનામાં આ આંકડો રૂ. ૨૮,૯૭૩ કરોડની સપાટીએ રહ્યો હતો.
આંતરપ્રવાહની ગતિ થોડી મંદ પડી હોવા છતાં સ્મોલકેપ અને મિડકેપ કેટેગરીમાં રોકાણકારોનું આકર્ષણ મક્કમપણે જળવાઈ રહ્યું છે. જુલાઈ મહિનામાં સૌથી વધુ રૂ. ૭,૭૬૮ કરોડનો આંતરપ્રવાહ સ્મોલકેપ ફંડોમાં આવ્યો હતો. આ સિવાય મિડકેપ ફંડ્સમાં રૂ. ૬,૧૯૨ કરોડ, ફ્લેક્સિકેપ ફંડ્સમાં રૂ. ૪,૭૧૦ કરોડ અને લાર્જકેપ ફંડ્સમાં રૂ. ૧,૩૨૨ કરોડનું નિવેશ થયું છે. બજાર નિષ્ણાતોના મતે રોકાણકારો હજુ પણ ડાઈવર્સિફાઈડ ઈક્વિટી સ્કીમ્સ પર મોટો ભરોસો મૂકી રહ્યા છે.
બીજી તરફ, સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે જુલાઈ મહિનો ભારે રિકવરી લાવનારો રહ્યો છે. ડેબ્ટ ઓરિએન્ટેડ સ્કીમ્સમાં પાછા ફરેલા રોકાણને કારણે જૂન મહિનાના રૂ. ૫૨,૯૪૯ કરોડના આંતરપ્રવાહ સામે જુલાઈમાં કુલ રૂ. ૨.૩૬ લાખ કરોડનો તગડો આંતરપ્રવાહ નોંધાયો છે. આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) વધીને રૂ. ૮૫.૭૬ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઈ છે. Gold ETF ની વાત કરીએ તો, જૂનના રૂ. ૩,૪૪૩ કરોડ સામે જુલાઈમાં ગોલ્ડ ફંડ્સમાં રૂ. ૧,૫૫૯ કરોડનું રોકાણ આવ્યું હતું.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
