News of Thursday, 9th April 2026
સોમવારે બપોર બાદ રાષ્ટ્રપતિની રાજકોટમાં એઇમ્સ ખાતે વિદ્યાર્થીઓને ડીગ્રી વિતરણ સમારંભ કલેકટર દ્વારા નિરિક્ષણઃ રાજયપાલ પણ આવશે

આગામી તા.૧૩ના બપોર બાદ ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મૂર્મૂજી રાજકોટ આવી રહયા છેઃ હિરાસર એરપોર્ટ ખાતે બપોરે ૩ વાગ્યે આવ્યા બાદ બાય રોડ તેઓ એઇમ્સ જશેઃ જયાં વિદ્યાર્થીઓને ડીગ્રી વિતરણ સમારંભ યોજાશેઃ રાષ્ટ્રપતિની સાથે ગુજરાતના રાજયપાલ શ્રી દેવવ્રતજી- આરોગ્યમંત્રી તથા અન્ય મહાનુભાવો પણ આવી રહયા છે. આજે કલેકટર દ્વારા એઇમ્સ ખાતે ખાસ નિરિક્ષણ કરાયું હતું. સુરક્ષાનો જડબેસલાક બંદોબસત ગોઠવાયો છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
