News of Monday, 6th April 2026
WhatsApp ગ્રુપમાં મોટો ધડાકો: હવે નવા સભ્યો પણ વાંચી શકશે 'જૂના રહસ્યો', એડમિન બન્યા સુપર પાવર
સ્ક્રીનશોટ મોકલવાની પંચાત પૂરી! WhatsAppએ લોન્ચ કર્યું 'ચેટ હિસ્ટ્રી શેરિંગ' ફીચર; ગ્રુપમાં જોડાતાની સાથે જ નવા મેમ્બર્સને મળશે 100 જૂના મેસેજનું એક્સેસ, જાણો એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે કેવી રીતે સુરક્ષિત રહેશે તમારી ખાનગી વાતો

નવી દિલ્હી: WhatsApp એ ગ્રુપ ચેટિંગના અનુભવને ધરમૂળથી બદલી નાખતું ક્રાંતિકારી અપડેટ લોન્ચ કર્યું છે. હવે જ્યારે પણ કોઈ નવો સભ્ય ગ્રુપમાં જોડાશે, ત્યારે તેણે જૂની વાતો સમજવા માટે કોઈને વિનંતી નહીં કરવી પડે. આ નવા ફીચરની મદદથી એડમિન નવા સભ્યોને પાછલા 25 થી 100 મેસેજ સીધા જ શેર કરી શકશે. આનાથી ઓફિસ મીટિંગ્સ, સ્ટડી ગ્રુપ્સ કે ફેમિલી ચેટમાં નવા વ્યક્તિને જૂના સંદર્ભો સમજવામાં સરળતા રહેશે અને વારંવાર એકની એક વાત ફોરવર્ડ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
સુરક્ષા બાબતે ચિંતિત યુઝર્સ માટે રાહતના સમાચાર એ છે કે આ સુવિધા સંપૂર્ણપણે 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ' છે. એટલે કે, જે મેસેજ શેર કરવામાં આવશે તે માત્ર નવા સભ્ય અને ગ્રુપના લોકો જ વાંચી શકશે, ખુદ WhatsApp પણ તેને જોઈ શકશે નહીં. જ્યારે પણ હિસ્ટ્રી શેર કરવામાં આવશે, ત્યારે ગ્રુપમાં તમામ સભ્યોને તેની જાણ કરવામાં આવશે. આમાં મેસેજ મોકલનારનું નામ અને સમય (ટાઇમસ્ટેમ્પ) પણ સ્પષ્ટ દેખાશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ ગોપનીયતાનો ભંગ ન થાય.
આ ફીચરનું આખું નિયંત્રણ ગ્રુપ એડમિનના હાથમાં સોંપવામાં આવ્યું છે. એડમિન નક્કી કરી શકશે કે ગ્રુપમાં આ સુવિધા ચાલુ રાખવી કે બંધ. આ કોઈ ઓટોમેટિક પ્રોસેસ નથી, પણ એડમિને મેન્યુઅલી મેસેજ શેર કરવાના રહેશે, જેથી કોઈ બિનજરૂરી કે અત્યંત ખાનગી વિગતો નવા સભ્ય પાસે ન જાય. ડિજિટલ ઈન્ડિયાના યુગમાં WhatsAppનું આ કદમ ગ્રુપ કોમ્યુનિકેશનને વધુ સ્માર્ટ અને ફાસ્ટ બનાવશે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
