<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

કૂચબિહારમાં પીએમ મોદીની વિશાળ જનસભા, જ્યારે ભાજપ અધ્યક્ષ નીતિન નબીન પુડુચેરીમાં ગજવશે પ્રચાર મેદાન

કોલકત્તા: લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પશ્ચિમ બંગાળના કૂચબિહારથી પોતાના સઘન ચૂંટણી પ્રચાર અભિયાનની વિધિવત શરૂઆત કરી દીધો છે.

 

દેશમાં રાજકીય ગરમાવા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી પ્રચારને વધુ વેગવંતો બનાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના નરેન્દ્રભાઈ આજે પશ્ચિમ બંગાળના ઐતિહાસિક શહેર કૂચબિહારની મુલાકાતે છે. અહી તેઓ એક અત્યંત વિશાળ જનસભાને સંબોધિત કરીને રાજ્યમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી રહ્યા છે. 

 

પશ્ચિમ બંગાળ પર ભાજપનું ખાસ ધ્યાન કેન્દ્રિત છે અને પીએમ મોદીની આ રેલીથી પક્ષના સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

 

બીજી તરફ, રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપના દિગ્ગજ નેતાઓ અલગ અલગ રાજ્યોમાં પ્રવાસો ખેડી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને અધ્યક્ષ નીતિન નવીન આજે દક્ષિણ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પક્ષના પ્રચારની કમાન સંભાળશે. 

 

ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોમાં મતદાનની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો મતદાતાઓને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, અને ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે.*

(10:49 AM IST)