તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 27th March 2026
આકાશી આફત કે યુદ્ધનો સંકેત? ઈરાની મિસાઈલ હુમલાઓ વચ્ચે બુર્જ ખલીફા પર ત્રાટકી ભયાનક વીજળી, ધ્રુજાવી દે તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ!: જુઓ વિડીયો
દુબઈમાં યુદ્ધના તણાવ વચ્ચે કુદરતનો પ્રકોપ: વિશ્વની સૌથી ઊંચી ઇમારત વીજળીના કડાકાથી ઝળહળી ઉઠી, હાઈટેક 'લાઈટનિંગ રોડ' ટેકનોલોજીએ બુર્જ ખલીફાને મોટી હોનારતથી બચાવ્યું

Wow ..#Dubai pic.twitter.com/aQAoB5FGnO
— Ahmed Khalifa (@_A_khalifa) March 26, 2026
દુબઈ: ખાડી દેશોમાં અત્યારે રાજકીય અને લશ્કરી ગરમાવો તેની ચરમસીમાએ છે. અમેરિકા અને ઈઝરાયલ સામેના રોષમાં ઈરાન સતત દુબઈ સહિતના ગલ્ફ દેશોને નિશાન બનાવી રહ્યું છે. આ યુદ્ધના માહોલ વચ્ચે કુદરતે પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. શુક્રવારે રાત્રે દુબઈમાં આવેલા ભયાનક વાવાઝોડા દરમિયાન વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર વીજળી ત્રાટકવાનો એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે, જેણે નેટીઝન્સના શ્વાસ અધ્ધર કરી દીધા છે.
ભયાનક મિસાઈલ હુમલા અને હવે કુદરતી પ્રકોપ
છેલ્લા કેટલાક દિવસોથી ઈરાને દુબઈ પર અનેક ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે, જેના કારણે એરપોર્ટ બંધ કરવા પડ્યા છે અને શહેરમાં ભયનો માહોલ છે. આ સ્થિતિ વચ્ચે શુક્રવારે અચાનક હવામાન પલટાયું હતું. અબુ ધાબી અને શારજાહ સહિત સમગ્ર UAE માં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન આકાશમાંથી ત્રાટકેલી વીજળી સીધી બુર્જ ખલીફાની ટોચ પર પડી હતી. અંધારા આકાશમાં વીજળીના તેજ લિસોટાથી આખું ટાવર ક્ષણવાર માટે ઝળહળી ઉઠ્યું હતું.
કેવી રીતે બચી ગઈ વિશ્વની સૌથી ઊંચી ઈમારત?
બુર્જ ખલીફાની ઉંચાઈ ૮૨૮ મીટર છે, જે તેને વીજળી પડવા માટે સૌથી વધુ સંવેદનશીલ બનાવે છે. જોકે, આ ઈમારતને સુરક્ષિત રાખવા માટે એન્જિનિયરોએ અત્યાધુનિક 'લાઈટનિંગ રોડ' (વીજળીનો સળિયો) સ્થાપિત કર્યો છે. જ્યારે પણ વીજળી પડે છે, ત્યારે આ સળિયો તેને પોતાની તરફ ખેંચી લે છે અને સુરક્ષિત રીતે જમીનમાં ઉતારી દે છે. શુક્રવારની ઘટનામાં પણ આ ટેકનોલોજીને કારણે ઈમારત કે કોઈ પ્રવાસીને કોઈ નુકસાન થયું નથી.
યુદ્ધના ઓછાયા હેઠળ દુબઈ
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં જ બુર્જ ખલીફા નજીક ઈરાની ડ્રોન હુમલાને કારણે વિસ્ફોટ અને ધુમાડો જોવા મળ્યો હતો. એક તરફ માનવસર્જિત મિસાઈલોનો ખતરો છે અને બીજી તરફ કુદરતી વીજળીનો કહેર, આ બંને વચ્ચે દુબઈ અત્યારે રણસંગ્રામ જેવું ભાસી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ વિડિયો શેર કરીને કહી રહ્યા છે કે બુર્જ ખલીફા માત્ર એક ઈમારત નથી, પણ માનવ ઈજનેરીની અદભૂત મજબૂતીનું પ્રતીક છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
